આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

લૉકડાઉનને કારણે તમામ ધંધા ઉદ્યોગ બંધ છે અને ફક્ત જીવન જરૂરી ચીજ વસ્તુઓને જ મંજૂરી આપવામાં આવી છે. શાકભાજી ઉપરાંત કારિયાણાની દુકાનો જે ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. આવા સમયે શાકભાજી વેચતા ફેરિયાને કોરોના પોઝિટિવ આવતા લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે. જેથી હવે લોકો શાકભાજી ઓછા કરી કઠોળ તરફ વળ્યા છે. પરંતુ કઠોળમાં પણ ભાવ વધારો જોવા મળ્યો છે. કઠોળની માંગ વધતા દુકાનોમાં અછત પણ જોવા મળી રહી છે. લૉકડાઉન પહેલા જે કઠોળના ભાવો હતા તેમાં અત્યારે ઘણો વધારો જોવા મળી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કઠોળના ભાવ

મગ – પહેલા 90 અને અત્યારે 140
ચણા દેશી – પહેલા 60 અને અત્યારે 70
મઠ – પહેલા 70 અને અત્યારે 100
અડદ છડી – પહેલા 80 અને ત્યારે 130
મગ ફાડા – પહેલા 70 અને અત્યારે 130
મગ છડી – પહેલા 80 અને અત્યારે 140

લોકોમાં કઠોળની માંગ વધતા ભાવ વધારો જોવા મળ્યો છે. લોકો શાકભાજી ખરીદતા ડરી રહ્યા છે ત્યારે હવે કઠોળ પર વધુ ભાર મૂકી વપરાશ વધાર્યો છે. વેપારીનાં જણાવ્યા મુજબ, ટ્રાન્સપોર્ટ સેવા બંધ હતી તો માલની સાપેક્ષ માંગ વધી હોવાથી કઠોળનાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ કોરોનાનાં કેસ શાકભાજી વેચનારાઓમાં આવતા લોકો પણ હવે શાકભાજી લેતા ડરી રહ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code