કોરોના@બનાસકાંઠા: 12 વ્યક્તિને વાયરસ, કેસોનો રાફડો ચોથું લોકડાઉન કરાવશે ?

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠામાં કોરોનાનો આંકડો તીવ્ર ગતિએ આગળ વધતાં સ્થિતિ ચિંતાજનક બની છે. આજે એકસાથે 12 દર્દી સામે આવતાં આરોગ્યમાં દોડધામ મચી ગઇ છે. એક પછી એક તાલુકામાં પગપેસારો થતાં સંક્રમણ શોધવું મુશ્કેલ બનતું જાય છે. આજે 4 દર્દી સારવાર વચ્ચે પણ પોઝીટીવ આવતાં ચોંકાવનારી ઘટના બની છે. જિલ્લાનો કુલ આંકડો ઝડપથી 100 તરફ
 
કોરોના@બનાસકાંઠા: 12 વ્યક્તિને વાયરસ, કેસોનો રાફડો ચોથું લોકડાઉન કરાવશે ?

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠામાં કોરોનાનો આંકડો તીવ્ર ગતિએ આગળ વધતાં સ્થિતિ ચિંતાજનક બની છે‌. આજે એકસાથે 12 દર્દી સામે આવતાં આરોગ્યમાં દોડધામ મચી ગઇ છે. એક પછી એક તાલુકામાં પગપેસારો થતાં સંક્રમણ શોધવું મુશ્કેલ બનતું જાય છે. આજે 4 દર્દી સારવાર વચ્ચે પણ પોઝીટીવ આવતાં ચોંકાવનારી ઘટના બની છે. જિલ્લાનો કુલ આંકડો ઝડપથી 100 તરફ જતો હોઇ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો આતંક સ્થગિત થવાને બદલે વધી રહ્યો છે. રોજ અથવા આંતરા દિવસે ડબલ આંકડો બહાર આવતાં કોરોના નિયંત્રણ કાબૂ બહાર જઇ રહ્યું છે. આજે 8 નવા દર્દી જ્યારે 4 વ્યક્તિ પોઝીટીવ બાદ સારવારના અંતે પોઝીટીવ આવ્યા છે. દાંતા સહિતના નવીન તાલુકામાં પણ કોરોના વાયરસની ઘૂસણખોરી થતાં ફફડાટ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. દાંતા, પાલનપુર, વડગામ ધાનેરા અને થરાદ તાલુકામાં 10 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે અગાઉ નોંધાયેલા 4 દર્દી ઘનિષ્ઠ સારવાર છતાં વાયરસનો શિકાર રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસનો આંકડો ખૂબ જ ઝડપથી વધતો જાય એ સૌથી વધુ ચિંતાજનક છે. આ સાથે ચેપનો ફેલાવો અને સંક્રમણની ચેનલ શંકાસ્પદ બનતી જાય છે. ચેપનો રાફડો ફાટતાં આરોગ્ય સહિત કર્મચારી આલમમાં ચોથા લોકડાઉનની સંભાવના વ્યક્ત થઈ છે. નવા કેસો આવતાં અને હોમ ક્વોરોન્ટાઈન તેમજ ફેસીલીટી ક્વોરોન્ટાઈન હેઠળના લોકોનો 14 દિવસનો કાર્યકાળ જોતાં એપેડેમિડ એક્ટ લાગૂ રહે તેવી પ્રબળ સંભાવના છે.