ફાઇલ ફોટો
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર.પાલનપુર

ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. તા.૦૬/૦૪/૨૦૨૦ના પત્ર થી કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલા હોય તેવા સુચિત વિસ્તાર નકકી કરવા ગાઈડલાઈન નિર્ધારીત કરવામાં આવેલ છે. પાલનપુર,ડીસા,વડગામ, દાંતા તાલુકામાં કોરોના પોઝીટીવ કેસ વધુ છે તે વિસ્તાર કન્ટેનમેન્ટ એરીયા જાહેર કરાયો છે, કન્ટેનમેન્ટ એરીયામાં લોકોની અવર-જવર ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકયો છે. જાહેરનામું તા.૦૩/૦૮/૨૦૨૦ દિન-૨૮ સુધી અમલમાં રહેશે.

સંદિપ સાગલે (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા, પાલનપુરને ગુજરાત નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ-૨ અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે દર્શાવેલ નિર્દેશોનું પાલન કરવા ફરમાવાયું છે. નીચે જણાવેલ વિસ્તારને કોવિડ-૨૦૧૯ કન્ટેનમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે. પાલનપુર તાલુકાના પાલનપુર શહેરમાં ત્રણબત્તી મીઠીવાવ, ખોડાલીમડા, અંબારકુવો મોટીબજાર, ચંદ્રલોક સોસાયટી મોદીનગર, મહેક બંગલો ગોબરી રોડ, ૩૪ આમ્રપાલી સોસાયટી ડેરીરોડ, પ્લોટ નં. ૧/૬૧ થી ૧/૭૧ સુધી ધેમરપુરા રેલ્વે કોલોનીની બાજુમાં, ગાયત્રી પરીવાર ઢુંઢીયાવાડી, ઘર નં. ૧૯ થી ૩૨ તપોવન સુકુન સુખબાગરોડ, અલીગંજપુરા મસ્જિદ પાસે જામપુરા, શિવનગર ઘર-૧૨, બ્રીજેશ્વર કોલોન, પાલનપુર તાલુકાના કાણોદર ગામમાં સફલ પાર્ક, પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં આશીયાના સોસાગટી, પાલનપુર તાલુકાના પટોસણ ગામમાં અટોસણવાસ હાઈસ્કુલ નજીક સાસમરોડ (રંજીતપુરા), પાલનપુર તાલુકાના ભાગળ (પીં.) ગામમાં પરમારવાસ, ડીસા તાલુકાના ડીસા શહેરમાં વોર્ડ નં. ૨ કુમારપાળ સોસાયટી, વોર્ડ નં. ૨ ગ્રીનપાર્ક સોસાયટી, વોર્ડ નં. ૧૦ રામાઉમા સોસાયટી, વોર્ડ નં. ૧ જેઠાભાઈ પાર્ક, વોર્ડ નં. ૮ પોસ્ટ ઓફીસ પાસે, વોર્ડ નં. ૫ ગોલ્ડન પાર્ક ભાગ-૩, વોર્ડ નં. ૨ સમર્પણ સોસાયટી, વોર્ડ નં. ૬ શિવનગર સ્કુલ પાસે, વોર્ડ નં. ૮ શ્રી રામચોક ગાંધીચોક પાસે, વોર્ડ નં. ૨ વિશ્વશાંતિ સોસાયટી, ડીસા તાલુકાના દામા ગામમાં ઠાકોરવાસ, વડગામ તાલુકાના નાંદોત્રા ગામમાં સુથારવાસ, વડગામ તાલુકાના પાંચડા મધ્યસ્થબેંકની સામે દેવીપુજકવાસ, વડગામ તાલુકાના જલોત્રા ગામમાં મેવાડાવાસ તથા કડીયાવાસ, દાંતા તાલુકાના દાંતા ગામમાં પરમારવાસ ઘર નં. ૧૫૪૧/૧, ૧૫૪૧/૨, ૧૫૪૧/૩, ૧૫૪૧, ૮૭૫, ૮૭૬, ૮૭૭, કાંકરેજ તાલુકાના કાંકરેજ ગામમાં આનંદનગર સોસાયટી વિસ્તાર કન્ટેઈનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. આવશ્યક ચીજ-વસ્તુઓ/સેવાઓ સવારે-૭.૦૦ કલાકથી સાંજના ૭.૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. ઉપરોકત દર્શાવેલ વિસ્તારમાંથી રાજય માર્ગ/ જિલ્લા મુખ્ય માર્ગ પસાર થતા હશે તો અવરજવર માટે ખુલ્લા રાખવાના રહેશે.

ઉકત જણાવેલ વિસ્તાર માટે નીચે મુજબનો અપવાદ લાગુ પડશે

(૧) સરકારી ફરજ ઉપરની વ્યકિતઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત), (૨) આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો., (૩) આવશ્યક ચીજવસ્તુનું વેચાણ/વિતરણ કરતાં તંત્ર દ્વારા આપવામાં આવેલ પાસ ધારકો. આ જાહેરનામું તા.૦૪/૦૭/૨૦૨૦ થી તા.૩૧/૦૭/૨૦૨૦ સુધી દિન-૨૮ સુધી અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજજાથી હેડ કોન્સ્ટબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાના ભંગ કરનાર ઈસમો સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતા સને ૧૮૬૦ ની ક. ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code