કોરોના@બિહારઃપટણામાં લગ્ન સમારોહમાં 95 મહેમાનોને થયો કોરોના, વરરાજાનું મોત

અટલ સમાચાર.ડેસ્ક બિહારની રાજધાની પટણાથી 50 કિલોમીટર દૂર પાલીગંજ વિસ્તારમાં 15 જુને યોજાયેલા લગ્ન સમારોહમાં 95 મહેમાનો કોરોના સંક્રમિત બન્યા છે. જેમાંથી 80 લોકોનો કોરોના રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવ્યો છે. મળતી વિગતો મુજબ 30 વર્ષીય વરરાજા ગુરુગ્રામમાં સોફ્ટવેર એન્જીનીયરનું કામ કરતો હતો. અને લગ્ન કરવા માટે 12 મેના પટણા પોતાના વતનના ગામ ડીહપાલી આવ્યો હતો.
 
કોરોના@બિહારઃપટણામાં લગ્ન સમારોહમાં 95 મહેમાનોને થયો કોરોના, વરરાજાનું મોત

અટલ સમાચાર.ડેસ્ક

બિહારની રાજધાની પટણાથી 50 કિલોમીટર દૂર પાલીગંજ વિસ્તારમાં 15 જુને યોજાયેલા લગ્ન સમારોહમાં 95 મહેમાનો કોરોના સંક્રમિત બન્યા છે. જેમાંથી 80 લોકોનો કોરોના રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવ્યો છે. મળતી વિગતો મુજબ 30 વર્ષીય વરરાજા ગુરુગ્રામમાં સોફ્ટવેર એન્જીનીયરનું કામ કરતો હતો. અને લગ્ન કરવા માટે 12 મેના પટણા પોતાના વતનના ગામ ડીહપાલી આવ્યો હતો. આ દરમિયાન તેનામાં કોવીડ 19 કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા પરંતુ પરિવારે સારવાર કરાવવાના બદલે તેના લગ્ન કરાવી દીધા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લગ્નના બે દિવસ પછી વરરાજાની તબિયત વધુ બગડી હતી જેથી પટણાની એમ્સ હોસ્પિટલમાં લઇ જતા સમયે તેનું મોત નીપજ્યુ હતું. આ સમગ્ર મામલાની ગંધ જિલ્લા વહિવટી તંત્રને થતા લગ્નમાં સામેલ થયેલા બધા મહેમાનોનો કોરોના રીપોર્ટ કરાવવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યુ કે 15 લોકો કોવિડ 19થી સંક્રમિત જોવા મળ્યા અને બીજા 80 લોકોનો કોરોના રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવ્યો છે.જો કે દુલ્હનને કોરોનાનો ચેપ લાગ્યો નથી. તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

વહિવટી તંત્રએ જણાવ્યુ હતુ કે, લગ્ન સમારોહ દરમિયાન કોરોનાની ગાઇડલાઇનનો અમલ કરાયો ન હતો. પ્રશાસન દ્વારા લગ્ન સમારોહમાં માત્ર 50 લોકોને સામેલ થવા મંજુરી અપાય છે પરંતુ અહી તો ગામના અનેક લોકો લગ્ન સમારોહમાં જોડાયા હતા. લગ્નમાં સામેલ થયેલા લોકોનું અલગ અલગ તબક્કામાં કોરોના રિપોર્ટ કરાયો છે.