કોરોનાનો કાળો કેળઃ ગુજરાતમાં એક જ દિવસના 20 પોઝિટિવ, કુલ 128 થયા

અટલ સમાચાર ડેસ્ક ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસો વધતા જાય છે. ત્યારે રાજ્યમાં 5 એપ્રિલ 2020ના દિવસે કુલ 20 પોઝિટિવ કેસો પ્રકાશમાં આવ્યા છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 128 દર્દીઓ થઈ ગયા છે. રવિવારે સવારે સવારે 14 કેસ સામે આવ્યા બાદ બપોર બાદ જામનગર અને મોરબીમાં પહેલો પોઝિટિવ કેસ નોંધાયો છે. તેમજ ભાવનગરમાં
 
કોરોનાનો કાળો કેળઃ ગુજરાતમાં એક જ દિવસના 20 પોઝિટિવ, કુલ 128 થયા

અટલ સમાચાર ડેસ્ક

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસો વધતા જાય છે. ત્યારે રાજ્યમાં 5 એપ્રિલ 2020ના દિવસે કુલ 20 પોઝિટિવ કેસો પ્રકાશમાં આવ્યા છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 128 દર્દીઓ થઈ ગયા છે. રવિવારે સવારે સવારે 14 કેસ સામે આવ્યા બાદ બપોર બાદ જામનગર અને મોરબીમાં પહેલો પોઝિટિવ કેસ નોંધાયો છે. તેમજ ભાવનગરમાં 2, સુરતમાં એક અને ભૂજમાં 1 કેસ નોંધાયો છે. આમ કોરોના હવે રાજ્યના 15 જિલ્લામાં પહોંચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, કાલે દિવસ દરમિયાન વધુ 6 પોઝિટિવ કેસ સામે આવતા કાલે કુલ 20 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના 128 દર્દીઓ થઈ ગયા છે. અત્યાર સુધીના કેસોમાં 78 દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના, 33 વિદેશથી આવેલા અને 17 આંતરરાજ્ય કેસ છે. તેમજ આજે 4 દર્દી સાજા થતા કુલ 21ને રજા આપવામાં આવી છે બે દર્દી વેન્ટીલેટર પર છે. દરેક જિલ્લામાં 100 બેડની હોસ્પિટલ બનાવવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસના કારણ મોત થશે તો નગરપાલિકા, મનપાના આરોગ્ય કર્મીઓ, પુરવઠા વિભાગના કર્મચારીઓ અને સસ્તા અનાજની દુકાન ધારકોના પરિવારને અને મહેસૂલી કર્મચારીઓને 25 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત રાજ્યમાં ખાદ્ય તેલની અછત ઊભી ન થાય તે માટે કપાસ જીનિંગ અને ઓઈલ મિલને ચાલુ રાખવાનું પણ સૂચન કર્યું છે.