કોરોનાનો કહેરઃ અમેરિકામાં 24 કલાકમાં 1200ના મોત, કુલ મૃત્યુઆંક 9600

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસનો કહેર દરેક પસાર થતા દિવસમાં પોતાની અસર વિશ્વભરમાં ફેલાવી રહ્યો છે. વિશ્વમાં 10 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી પીડિત થઈ ગયા છે. જ્યારે 70 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે. આ મહામારીની ઝપેટમાં સૌથી વધુ અમેરિકા આવ્યું છે, જ્યાં છેલ્લી 24 કલાકમાં આ વાયરસથી 1200 મોત નોંધાયા છે. વિશ્વના
 
કોરોનાનો કહેરઃ અમેરિકામાં 24 કલાકમાં 1200ના મોત, કુલ મૃત્યુઆંક 9600

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસનો કહેર દરેક પસાર થતા દિવસમાં પોતાની અસર વિશ્વભરમાં ફેલાવી રહ્યો છે. વિશ્વમાં 10 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી પીડિત થઈ ગયા છે. જ્યારે 70 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે. આ મહામારીની ઝપેટમાં સૌથી વધુ અમેરિકા આવ્યું છે, જ્યાં છેલ્લી 24 કલાકમાં આ વાયરસથી 1200 મોત નોંધાયા છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશમાં કોરોના વાયરસના કહેરના કારણે બધુ ઠપ પડી ગયું છે. જોન હોપકિંગ્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર, અત્યાર સુધી અમેરિકામાં કોરોના વાયરસની ઝપેટમાં 3 લાખથી વધુ લોકો આવી ચુક્યા છે. જ્યારે 9600 લોકોના મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમેરિકામાં કોરોના વાયરસને કારણે મત્યુઆંક સતત વધી રહ્યો છે અને હવે આ આંકડો 9/11 આતંકી હુમલામાં મૃત્યુ પામનાર લોકોથી ત્રણ ગણો વધી ગયો છે. અહીં સૌથી વધુ પ્રભાવિત ન્યૂયોર્ક શહેર અને સ્ટેટ છે, જ્યાં પર અમેરિકાના કુલ કેસની અડધી સંખ્યા છે. ન્યૂયોર્કમાં અત્યાર સુધી કોરોના વાયરસના 1 લાખ 20 હજારથી વધુ પોઝિટિવ મામલા સામે આવ્યા છે, જ્યારે 4 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલની સ્થિતિને જોતા 30 દિવસ માટે નો વર્કના ઓર્ડરને વધારી દીધો છે. આ દરમિયાન લોકોને વધુમાં વધુ ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે, કોઈ જાહેર જગ્યા કે ઘરની બહાર નિકળવાની ના પાડવામાં આવી છે. પરંતુ અમેરિકામાં લૉકડાઉન સંપૂર્ણ રીતે કરવામાં આવ્યું નથી, જેનું નુકસાન તેણે ભોગવવું પડી રહ્યું છે. બે દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસના મુદ્દા પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. આ દરમિયાન બંન્ને નેતાઓએ કોરોના મહામારીનો સામનો કરવાની રણનીતિ પર ચર્ચા કરી હતી. સાથે ટ્રમ્પે દવાઓને લઈને ભારતની મદદ માગી હતી. જેના પર પીએમ મોદીએ તેમને મદદનું આશ્વાસન આપ્યું હતું.