કોરોનાઃ દર્દીની માહિતી છુપાવવા બદલ ડોક્ટર સામે ફરિયાદ, હોસ્પિટલ કરાઈ સીલ

અટલ સમાચાર, ડેસ્ક વલસાડમાં કોરોનાની માહિતી છુપાવવા બદલ દાદરા નગરહવેલીમાં દર્દી-2 ડોક્ટર સામે ફરિયાદ થઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાઇ છે. આરોગ્ય વિભાગે સેલવાસના 2 તબીબો સામે ફરિયાદ કરી છે. એક તરફ લોકલટ્રાન્સમિશનના કેસ વધી રહ્યા છે ત્યારે આ રીતે ડોક્ટર અને હોસ્પિટલ જો દર્દીની માહિતી છુપાવશે તો કોરોના ઓર ફેલાશે. એટલે
 
કોરોનાઃ દર્દીની માહિતી છુપાવવા બદલ ડોક્ટર સામે ફરિયાદ, હોસ્પિટલ કરાઈ સીલ

અટલ સમાચાર, ડેસ્ક

વલસાડમાં કોરોનાની માહિતી છુપાવવા બદલ દાદરા નગરહવેલીમાં દર્દી-2 ડોક્ટર સામે ફરિયાદ થઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાઇ છે. આરોગ્ય વિભાગે સેલવાસના 2 તબીબો સામે ફરિયાદ કરી છે. એક તરફ લોકલટ્રાન્સમિશનના કેસ વધી રહ્યા છે ત્યારે આ રીતે ડોક્ટર અને હોસ્પિટલ જો દર્દીની માહિતી છુપાવશે તો કોરોના ઓર ફેલાશે. એટલે જ આરોગ્યવિભાગ દ્વારા કડક પગલા લેવાઈ રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વર્ધમાન હોસ્પિટલના ડો.હેમંત શાહ-ક્રિષ્ના શાહ સામે ફરિયાદ કરાઈ છે. બંન્ને ડોક્ટરોએ દર્દી વિજયમાં કોરોના લક્ષણો જણાતા તેની સારવાર કરી હતી. પંરતુ દર્દીમાં કોરોનાના લક્ષણો દેખાયા બાદ પણ તંત્રને જાણ ન કરતા બને સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે વર્ધમાન હોસ્પિટલ પણ સીલ કરી છે અને વર્ધમાન હોસ્પિટલના ડો.હેમંત શાહ-ક્રિષ્ના શાહ સામે ફરિયાદ નોંધી છે. વિનોદ રાઠોડની માહિતી છુપાવવા બદલ ડિઝાસ્ટર મેન્જમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આખરે વિનોબાભાવે હોસ્પિટલમાં દર્દીને લાવતા મામલો સામે આવ્યો છે. દર્દીની તબિયત લથડતા વિનોબાભાવે હોસ્પિટલ લવાયો હતો. વિનોબાભાવે હોસ્પિટલમાં દર્દીને લાવતા મામલો ખુલ્યો હતો. અને ત્યાં આગળ તેની સારવાર ચાલુ કરવામાં આવી રહી છે.