કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 11,713 નવા કેસ નોંધાયા, 95 લોકોના મોત થયા

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં કોરોના વાયરસના ખાત્મા માટે રસીકરણ શરૂ થયું છે ત્યારે બીજી તરફ દેશમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 11,713 કેસ નોંધાયા છે. જેની સામે દેશમાં 14,488 લોકો સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાનો કુલ આંક 1,08,14,304 થયો છે. જ્યારે 1,05,10,796 લોકોએ કોરોનાને
 
કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 11,713 નવા કેસ નોંધાયા, 95 લોકોના મોત થયા

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોના વાયરસના ખાત્મા માટે રસીકરણ શરૂ થયું છે ત્યારે બીજી તરફ દેશમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 11,713 કેસ નોંધાયા છે. જેની સામે દેશમાં 14,488 લોકો સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાનો કુલ આંક 1,08,14,304 થયો છે. જ્યારે 1,05,10,796 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં હાલ કોરોનાના 1,48,590 સક્રિય કેસ છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 95 લોકોનાં મોત થયા છે. આ સાથે જ મોતની કુલ સંખ્યા 1,54,918 પર પહોંચી છે. દેશમાં હાલ મૃત્યુની ટકાવારી 1.4 ટકા છે. જ્યારે કોરોનાથી સાજા થવાનો દર 97.2 ટકા છે. કોરોના વેક્સીનની વાત કરવામાં આવે તો શુક્રવારે 4,57,404 લોકોની વેક્સીન આપવામાં આવી હતી. આ સાથે દેશમાં કુલ 54,16,849 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાના ટેસ્ટની વાત કરવામાં આવે તો પાંચમી ફેબ્રુઆરીના રોજ દેશમાં કોરોનાના 7,40,794 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે દેશમાં અત્યારસુધી કુલ 20,06,72,589 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 40 મોત નોંધાયા છે, જ્યારે કેરલમાં 19 લોકોનાં મોત થયા છે. આ બંને રાજ્યને બાદ કરતા એક પણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં 10 કરતા વધારે મોત નોંધાયા નથી.