કોરોના@દેશઃ 24 કલાકમાં 13,788 કેસ નોંધાયા, 145ના મોત, કુલ મૃત્યુંઆંક 1,52,419

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાન આગળ ધપી રહ્યું છે અને બીજી તરફ સંક્રમિત લોકોની સંખ્યા પણ ઘટાડો નોંધાઈ રહ્યો હોવાથી તંત્ર રાહતનો શ્વાસ લઈ રહ્યું છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,788 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 145 દર્દીઓએ
 
કોરોના@દેશઃ 24 કલાકમાં 13,788 કેસ નોંધાયા, 145ના મોત, કુલ મૃત્યુંઆંક 1,52,419

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાન આગળ ધપી રહ્યું છે અને બીજી તરફ સંક્રમિત લોકોની સંખ્યા પણ ઘટાડો નોંધાઈ રહ્યો હોવાથી તંત્ર રાહતનો શ્વાસ લઈ રહ્યું છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,788 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 145 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,05,71,773 થઈ ગઈ છે.

બીજી તરફ, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 2 લાખ 11 હજાર 342 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 14,457 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,08,012 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,52,419 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 17 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 18,70,93,036 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના 24 કલાકમાં માત્ર 5,48,168 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.