કોરોના@દેશઃ એક દિવસમાં 15,158 કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 1,52,093 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક આજથી (16 જાન્યુઆરી) દેશમાં કોરોના વેક્સીનના અભિયાનની શરૂઆત થઈ રહી છે. એ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 15,158 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1,05,42,841 પહોંચી છે. હાલ દેશમાં 2,11,033 સક્રિય કેસ છે. દેશમાં અત્યારસુધી
 
કોરોના@દેશઃ એક દિવસમાં 15,158 કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 1,52,093 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

આજથી (16 જાન્યુઆરી) દેશમાં કોરોના વેક્સીનના અભિયાનની શરૂઆત થઈ રહી છે. એ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 15,158 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1,05,42,841 પહોંચી છે. હાલ દેશમાં 2,11,033 સક્રિય કેસ છે.

દેશમાં અત્યારસુધી કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ સાજા થયેલા લોકોની સંખ્યા 1,01,79,712 થઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,977 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 96.6 ટકા થયો છે. છેલ્લા કલાકમાં દેશમાં કોરોનાથી 175 લોકોનાં મોત થાય છે. આ સાથે જ દેશમાં કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની કુલ સખ્યા 1,52,093 પર પહોંચી છે. દેશમાં હાલ કોરોનાથી મૃત્યુદર 1.4 ટકા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

છેલ્લા 24 કલાકમાં કેરળમાં 5,624 નવા કેસ નોંધાયા છે. જ્યારે 23 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 3,145 કેસ નોંધાયા છે. અહીં કોરોનાથી 45 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધી કોરોનાથી 50 હજારથી વધારે લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્ર અને કેરળના બાદ કરતા એક પણ રાજ્યમાં 24 કલાકમાં એક હજાર કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાયા નથી.