કોરોના@દેશઃ છેલ્લા 24 કલાકમાં 31,382 નવા કેસ નોંધાયા, 318 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક શુક્રવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 31,382 નવા કેસ નોંધાયા છે. વળી, આ સમયગાળા દરમિયાન એટલે કે છેલ્લા 24 કલાકમાં 318 કોરોના સંક્રમિતો મૃત્યુ પામ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,46,368 લોકોએ જીવલેણ વાયરસને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. એક્ટિવ કેસોની વાત કરીએ તો, તે
 
કોરોના@દેશઃ છેલ્લા 24 કલાકમાં 31,382 નવા કેસ નોંધાયા, 318 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

શુક્રવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 31,382 નવા કેસ નોંધાયા છે. વળી, આ સમયગાળા દરમિયાન એટલે કે છેલ્લા 24 કલાકમાં 318 કોરોના સંક્રમિતો મૃત્યુ પામ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,46,368 લોકોએ જીવલેણ વાયરસને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. એક્ટિવ કેસોની વાત કરીએ તો, તે કુલ કેસોના એક ટકાથી ઓછા એટલે કે 0.89 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછો છે. જો સંખ્યાઓનાં આધારે જોવામાં આવે તો હાલમાં દેશમાં 3,00,162 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. આજે સક્રિય કેસોની સંખ્યા છેલ્લા 188 દિવસોમાં સૌથી ઓછી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેરળમાં કોરોનાનાં કેસ છેલ્લા 24 કલાકમાં 19,682 સામે આવ્યા છે. દેશમાં કોરોનાથી 318 લોકોનાં મોત આ છેલ્લા 24 કલાકમાં થયા કેરળમાં જ 152 દર્દીઓએે પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોના રિકવરી રેટ હાલમાં 97.78 ટકા છે. માર્ચ 2020 પછી આ સૌથી ઉચું સ્તર છે. છેલ્લા 24 કલાકમાં 32,542 દર્દીઓ ઠીક થયા છે. કોરોનાની પકડમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં કુલ 3,28,48,273 લોકો ઠીક થયા છે. સાપ્તાહિક સંક્રમણ દર 2.07 ટકા છે, જે છેલ્લા 91 દિવસથી ત્રણ ટકાથી નીચે રહ્યો છે. દૈનિક પોઝિટિવિટી રેટની વાત કરીએ તો તે 2 ટકા છે. છેલ્લા 25 દિવસથી તે ત્રણ ટકાથી નીચે છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં કુલ રસીકરણ 84,15,18,026 ડોઝ છે. આમાં છેલ્લા 24 કલાકમાં આપવામાં આવેલી રસીનાં 72,20,642 ડોઝનો પણ સમાવેશ થાય છે.