કોરોના@દેશ: એક દિવસમાં 35,551 કેસ, કુલ 1.38 લાખ દર્દીના મોત

અટલ સમાચાર, ડેસ્ક ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 35,551 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. ભારતમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 95 લાખના આંકને આંબી ગઈ છે. બીજી તરફ કોવિડ સામેની જંગ હારીને જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા 1,38,648એ પહોંચી ગઈ છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 526 દર્દીઓએ
 
કોરોના@દેશ: એક દિવસમાં 35,551 કેસ, કુલ 1.38 લાખ દર્દીના મોત

અટલ સમાચાર, ડેસ્ક

ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 35,551 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. ભારતમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 95 લાખના આંકને આંબી ગઈ છે. બીજી તરફ કોવિડ સામેની જંગ હારીને જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા 1,38,648એ પહોંચી ગઈ છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 526 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 95,34,965 થઈ ગઈ છે.

 

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 2 ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ 14,35,57,647 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના 24 કલાકમાં 11,11,698 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

દેશમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 89 લાખ 73 હજાર 373 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 40,726 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,22,943 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,38,648 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.