કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 78,761 કેસ, 948ના મોત, કુલ, 35.42 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 78,761 નવા દર્દીઓ નોંધાયા છે અને આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 35,42,734 પર પહોંચ્યો છે. જેમાંથી 7,65,302 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 27,13,934 લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. દેશમાં એક જ દિવસે 948 લોકોના મૃત્યુ થયા છે. આ
 
કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 78,761 કેસ, 948ના મોત, કુલ, 35.42 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 78,761 નવા દર્દીઓ નોંધાયા છે અને આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 35,42,734 પર પહોંચ્યો છે. જેમાંથી 7,65,302 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 27,13,934 લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. દેશમાં એક જ દિવસે 948 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 63,498 થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં 4,14,61,636 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગઈ કાલે એક જ દિવસમાં 10,55,027 નમૂનાનું પરીક્ષણ કરાયું હતું. જેમાંથી 78 હજારથી વધુ કેસ કોરોના પોઝિટિવ આવ્યાં છે. ભારતમાં કોરોના ટેસ્ટિંગમાં ખુબ વધારો કરવામાં આવ્યો છે. WHOની સલાહ મુજબ અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરરોજ 10 લાખની વસ્તી પર 140થી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. એવા કેટલાય રાજ્યો છે જેમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ તો રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો છે.

આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે શનિવારે અનલોક 4-0ની ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે. જે મુજબ અનલોક-4માં મેટ્રો સેવા શરૂ કરવાની મંજૂરી આપી છે. 7 સપ્ટેમ્બરથી સમાન્ય લોકો મેટ્રોમાં સવારી કરી શકશે. અનલોક-4ને 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. અનલોક-4માં શૈક્ષણિક સંસ્થા બંધ રહશે.