કોરોના@દેશઃ એક જ દિવસમાં 93,337 કેસ, 1,247ના મોત, કુલ 53.8 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજેતરના આંકડા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 53 લાખને પાર થઈ ગઈ છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 93,337 કેસ સામે આવ્યા છે, જ્યારે દેશમાં 1,247 લોકોનાં મોત થયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિત કેસની સંખ્યા 53,08,014
 
કોરોના@દેશઃ એક જ દિવસમાં 93,337 કેસ, 1,247ના મોત, કુલ 53.8 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજેતરના આંકડા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 53 લાખને પાર થઈ ગઈ છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 93,337 કેસ સામે આવ્યા છે, જ્યારે દેશમાં 1,247 લોકોનાં મોત થયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિત કેસની સંખ્યા 53,08,014 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસની સરખાણમીમાં હૉસ્પિટમાંથી રજા મેળવનાર દર્દીઓની સંખ્યા વધી છે. 24 કલાકમાં કુલ 95,880 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાલ દેશમાં કોરોનાના કુલ 10,13,964 સક્રિય કેસ છે. આ સાથે દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 42,08,431 પર પહોંચી છે. દેશમાં કોરોના દર્દીઓ સાજા થવાનો દર 79.3 ટકા છે. આ સાથે દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધી કુલ 85,619 લોકોનાં મોત થયા છે. દેશમાં કોરોનાથી મોતનું પ્રમાણ 1.6 ટકા થયું છે. હાલ કુલ પોઝિટિવ કેસ મામલે ભારત અમેરિકા બાદ બીજા નંબર પર છે. ભારત બાદ બ્રાઝિલ ત્રીજા નંબર પર આવે છે.

કોરોના@દેશઃ એક જ દિવસમાં 93,337 કેસ, 1,247ના મોત, કુલ 53.8 લાખ દર્દી
જાહેરાત

છેલ્લા 24 કલાકમાં દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 440 દર્દીનાં મોત થયા છે. કર્ણાટકમાં પણ 179 લોકોનાં કોરોનાથી મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં 99 લોકોનાં મોત થયા છે. તાલિમનાડમાં 67 તો પંજાબમાં 62 લોકોએ જીવ ગુમાવ્યો છે. આંધ્ર પ્રદેશમાં પણ કોરોનાથી 67 લોકોએ જીવ ગુમાવ્યો છે. પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં સૌથી વધારે 21,656 નવા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.