કોરોના@દેશઃ 24 કલાકમાં 1396 નવા પોઝિટિવ કેસ, કુલ આંકડો 27,892

અટલ સમાચાર, ડેસ્ક સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્તઓ સચિવ લવ અગ્રવાલે સોમવારે દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ગઈ કાલે ભારતમાં 1396 નવા કેસ આવ્યા છે. એની સાથે કોરોના વાયરસના કુલ કેસ 27,892 થઈ ગયા છે. હાલમાં 20,835 સક્રિય કેસ છે અને 872 લોકોના મોત થઈ ચૂક્યા છે. લવ અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લા એક દિવસમાં 381 દર્દી
 
કોરોના@દેશઃ 24 કલાકમાં 1396 નવા પોઝિટિવ કેસ, કુલ આંકડો 27,892

અટલ સમાચાર, ડેસ્ક

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્તઓ સચિવ લવ અગ્રવાલે સોમવારે દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ગઈ કાલે ભારતમાં 1396 નવા કેસ આવ્યા છે. એની સાથે કોરોના વાયરસના કુલ કેસ 27,892 થઈ ગયા છે. હાલમાં 20,835 સક્રિય કેસ છે અને 872 લોકોના મોત થઈ ચૂક્યા છે. લવ અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લા એક દિવસમાં 381 દર્દી સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં સ્વસ્થ થનારની સંખ્યા 6184 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે આપણો રિકવરી રેટ 22.17 ટકા થઈ ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશના 85 જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં કોઈ કેસ આવ્યો નથી. 16 જિલ્લામાં છેલ્લા 28 દિવસમાં કોઈ કેસ આવ્યો નથી. મહારાષ્ટ્રના ગોંદિયા, કર્ણાટકના દાવનગેરે અને બિહારમાં લખી સરાય, આ ત્રણ નવા જિલ્લા આ લિસ્ટમાં જોડાયા છે. ઉત્તર પ્રદેશના પીલીભીત અને પંજાબના એક જિલ્લામાં ફરીથી નવા કેસ આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, આપણી લડાઈ બીમારી સામે છે, બીમાર વ્યકિત સાથે નથી. કોરોનાના સંક્રમિત વ્યકિત સાથે ભેદભાવ ના કરો. કોરોના યોદ્ધાઓને દિલથી સન્માન આપવાનો પ્રયત્ન કરો.

ગૃહ મંત્રાલયના પ્રવક્તા પુણ્ય સલિલા શ્રીવાસ્તવે સોમવારે જણાવ્યું કે, બે કરોડથી વધારે લોકોને રોજગાર મળ્યો છે.
મનરેગા દ્વારા પણ કામ થઈ રહ્યું છે. ગ્રામીણ ક્ષેત્રોમાં ઇટના ભઠ્ઠા વગેરે શરુ થઈ ગયા છે. જેના કારણે પ્રવાસી મજૂરોને રોજગાર મળી રહ્યો છે. જોકે આ દરમિયાન ગૃહ મંત્રાલયના દિશાનિર્દેશનું પાલન કરવું પણ જરુરી છે.