કોરોના@દેશઃ એક દિવસમાં 14,306 નવા કેસ, 443 દર્દીઓના મોત
કોરોના@દેશઃ એક દિવસમાં 14,306 નવા કેસ, 443 દર્દીઓના મોત

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 14,306 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 443 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,41,89,774 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,54,712 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,45,67,367 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 18,762 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે.

  અટલ સમાચારને શેર કરવા અહીં ક્લીક કરો

દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,67,695એ પહોંચી છે, જે છેલ્લા 239 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.18 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 9,98,397 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 59.17 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 1,02,27,12,895 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 12,30,720 લોકોને રસી આપવામાં આવી હતી.