કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 15,968 નવા કેસ, કુલ મૃત્યુંઆંક 1,51,529

અટલ સમાચાર, ડેસ્ક ભારત હવે એક્ટિવ કેસોના મામલે દુનિયામાં 14મા સ્થાને આવી ગયું છે. દર્દીઓની સંખ્યા આવી જ રીતે ઘટતી રહેશે તો ટૂંક સમયમાં ટૉપ-15 સંક્રમિત દેશોની યાદીમાંથી પણ ભારત બહાર થઈ જશે. બુધવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ માત્ર બે રાજ્યોમાં 50 હજારથી વધુ એક્ટિવ કેસો જોવા મળ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં
 
કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 15,968 નવા કેસ, કુલ મૃત્યુંઆંક 1,51,529

અટલ સમાચાર, ડેસ્ક

ભારત હવે એક્ટિવ કેસોના મામલે દુનિયામાં 14મા સ્થાને આવી ગયું છે. દર્દીઓની સંખ્યા આવી જ રીતે ઘટતી રહેશે તો ટૂંક સમયમાં ટૉપ-15 સંક્રમિત દેશોની યાદીમાંથી પણ ભારત બહાર થઈ જશે. બુધવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ માત્ર બે રાજ્યોમાં 50 હજારથી વધુ એક્ટિવ કેસો જોવા મળ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,968 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 202 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,04,95,147 થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ઉપરાંત, દેશમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 1 લાખ 29 હજાર 111 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 17,817 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,14,507 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,51,529 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 12 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 18,34,89,114 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગવારના 24 કલાકમાં 8,36,227 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.