આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, મહારાષ્ટ્રમમાં 369, મધ્યપ્રદેશમાં 110, ગુજરાતમાં 162, દિલ્હીમાં 54,તમિલનાડુમાં 24, તેલંગાનામાં 26, આંધ્ર પ્રદેશમાં 31, કર્ણાટકમાં 20, યુપીમાં 31, પંજાબમાં 18, પશ્ચિમ બંગાળમા 20, રાજસ્થાનમાં 46, જમ્મુ કાશ્મીરમાં 7, હરિયાણામાં 3, કેરળમાં 4, ઝારખંડમાં 3, બિહારમાં 2, અસમ, હિમાચલ પ્રદેશ, મેઘાલય અને ઓડિસ્સામાં એક એક મોત નીપજ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશમાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા 29,435 થઈ છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાક અબ્બાસ નકવીએ તબલીઘીજમાત પર નિશાન સાધતા કહ્યું છે કે, પહેલા જમાતીયાઓએ આખા દેશમાં સંક્રમણ ફેલાવ્યું, હવે પ્લાઝમા ડોનેટ કરવાની અરજી કરી કોરોના વોરિયર બનવા માગે છે. તબલીઘી જમાતે પોતે કરેલા ગુના પર શરમ કરવાની જગ્યાએ લાખો કોરોના યોદ્ધાઓનું અપમાન કરી રહ્યાં છે. પહેલા પણ નકવીએ જમાતિયાઓ દ્વારા સંક્રમણ ફેલાવવાની ઘટનાને તાલિબાની ગુનો ગણાવ્યો હતો. તેમણે તેના માટે સજા આપવાની પણ માગ કરી હતી.

સોમવારે ગુજરાતમાં 247, મહારાષ્ટ્રમાં 522, દિલ્હીમાં 190, ઉત્તર પ્રદેશમાં 113, બિહારમાં 68, રાજસ્થાનમાં 49 લોકોના કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા હતા. 26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ પહોંચી ગયું છે, પરંતુ સૌથી વધારે સંક્રમણ વાળા 9 રાજ્યોમાં જ રવિવાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 24 હજાર 418 રહી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code