File Photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોના દર્દીઓનો આંકડો 4388એ પહોંચ્યો છે. સોમવારે 82 દર્દીઓ વધ્યા છે. મહારાષ્ટ્રમાં 33, ગુજરાતમાં 16 અને આંધ્રપ્રદેશમાં 14, મધ્યપ્રદેશમાં 9, રાજસ્થાનમાં 8, જ્યારે ઉત્તરાખંડ અને ઝારખંડમાં સંક્રમણનો 1-1 નવો કેસ સામે આવ્યો છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 4388 થઈ ગઈ છે. સોમવારે મહારાષ્ટ્રમાં 33, ગુજરાતમાં 16, આંધ્રપ્રદેશમાં 14, રાજસ્થામાં 8 અને ઝારખંડમાં 1 નવો કેસ સામે આવ્યો છે. રવિવારે દેશમાં સૌથી વધારે 605 કેસ સામે આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશમાં અત્યાર સુધી આ મહામારીના કારણે 132 લોકોના મોત થયા છે. જેમાં મધ્યપ્રદેશના ભોપાલમાં સોમવારે કોરોનાના કારણે પહેલું મોત થયું હતું. ત્રણ દિવસ પહેલા હોસ્પિટલમાં ભરતી 52 વર્ષના નરેશ સટીકનો રવિવારે રાતે 12.30 વાગ્યે મોત થયું હતું. તેમણે તાવ અને નિમોનીયાની ફરિયાદ બાદ શહેરના એમબીએસ હોસ્પિટલમાં ભરતી કરાવાયા હતા. મોત બાદ સોમવારે સવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રના નાલાસોપારામાં પણ 65 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું. આ ઉપરાંત વડોદરામાં સોમવારે 62 વર્ષીય એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે.

વડોદરાના નગરપાલિકા કમિશનર નલિન ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે, મહિલા ગત દિવસોમાં શ્રીલંકાથી આવ્યા બાદ બિમાર થઈ ગઈ હતી. તેને 18 માર્ચે વડોદરાના એસએસજી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં ટેસ્ટ બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે શ્રીલંકાથી આવેલા એક ગ્રુપમાં સામેલ હતા. 2 એપ્રિલે આ ગ્રુપના અન્ય એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે જ ગુજરાતમાં સંક્રમણથી મૃતકોની સંખ્યા 12 થઈ ગઈ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code