કોરોના@દેશ: ગત 24 કલાકમાં 511ના મોત, કુલ 91.39 લાખ કેસ

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની જેમ દેશના અન્ય રાજ્યોમાં પણ રાત્રી કર્યૂ લાગુ કરીને કોરોના સંક્રમણને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 91 લાખને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 44,059 નવા પોઝિટિવ કેસો
 
કોરોના@દેશ: ગત 24 કલાકમાં 511ના મોત, કુલ 91.39 લાખ કેસ

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની જેમ દેશના અન્ય રાજ્યોમાં પણ રાત્રી કર્યૂ લાગુ કરીને કોરોના સંક્રમણને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 91 લાખને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 44,059 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 511 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 91,39,866 થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 85 લાખ 62 હજાર 642 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 4,43,486 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,33,738 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 22 નવેમ્બર સુધીમાં ભારતમાં કુલ 13,25,82,730 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના 24 કલાકમાં 8,49,596 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં વધુ 1495 લોકો કોરોના સંક્રમિત થયા છે. આમ રાજ્યમાં કુલ સંખ્યા 197412એ પહોંચી છે. જ્યારે 24 કલાકમાં વધુ 13 લોકોના કોરોનાથી મોત થયા છે. આમ મૃત્યું આંક 3859એ પહોંચ્યો છે.