કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 52,050 કેસ, 803ના મોત, કુલ 18.30 લાખ દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં કોરોના વાયરસના સંક્રમણ વધતો અટકાવવામાં હજુ નામ નથી લેતો. મંગળવાર સવારે જાહેર થયેલા આંકડા મુજબ, એક જ દિવસમાં 52,050 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે 803 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા હવે 18,55,746એ પહોંચી ગઈ છે. વિશેષમાં, કોરોના વાયરસના ભારતમાં હવે
 
કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 52,050 કેસ, 803ના મોત, કુલ 18.30 લાખ દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણ વધતો અટકાવવામાં હજુ નામ નથી લેતો. મંગળવાર સવારે જાહેર થયેલા આંકડા મુજબ, એક જ દિવસમાં 52,050 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે 803 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા હવે 18,55,746એ પહોંચી ગઈ છે. વિશેષમાં, કોરોના વાયરસના ભારતમાં હવે 5 લાખ 86 હજાર 298 એક્ટિવ કેસ છે. બીજી તરફ, 12 લાખ 30 હજાર 510 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 38,938 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં સોમવાર સાંજે જાહેર થયેલા આંકડા મુજબ, સુરતમાં 260, અમદાવાદમાં 151, વડોદરામાં 98, રાજકોટમાં 85, જામનગરમાં 34, ભાવનગરમાં 47, દાહોદમાં 27, મહેસાણામાં 26, પંચમહાલમાં 22, ખેડામાં 20, અમરેલીમાં 19, ભરૂચમાં 18, ગાંધીનગરમાં 25 કેસ નોંધાયા છે. એક કુલ મળી 1009 નવા કેસ નોંધાયા છે અને 22 દર્દીનાં મોતથ થયા છે.