કોરોના@દેશઃ અત્યાર સુધી 5916 કેસ, એક દિવસમાં 96 દર્દીઓ સ્વસ્થ થયા

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસ સંક્રમણના બુધવારે સૌથી વધારે 95 દર્દી સ્વસ્થ થયા છે. જેના એક દિવસ પહેલા જ 75 દર્દી સ્વસ્થ થયા હતા. એક દિવસમાં સંક્રમણના કેસમાં પણ 8 આંકડાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. દેશમાં હવે આ બિમારીના કુલ 5916 દર્દી થઈ ગયા છે. સૌથી વધારે 117 નવા કેસ મહારાષ્ટ્રમાં અને ત્યારબાદ 96
 
કોરોના@દેશઃ અત્યાર સુધી 5916 કેસ, એક દિવસમાં 96 દર્દીઓ સ્વસ્થ થયા

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસ સંક્રમણના બુધવારે સૌથી વધારે 95 દર્દી સ્વસ્થ થયા છે. જેના એક દિવસ પહેલા જ 75 દર્દી સ્વસ્થ થયા હતા. એક દિવસમાં સંક્રમણના કેસમાં પણ 8 આંકડાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. દેશમાં હવે આ બિમારીના કુલ 5916 દર્દી થઈ ગયા છે. સૌથી વધારે 117 નવા કેસ મહારાષ્ટ્રમાં અને ત્યારબાદ 96 દિલ્હીમાં આવ્યા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે સવારે જણાવ્યું કે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 5734 થઈ ગઈ છે. જેમાંથી 472 દર્દી સ્વસ્થ થયા છે, જ્યારે 166ના મોત થયા છે.વાયરસના ફેલાવાના અટકાવવા માટે દિલ્હી, મુંબઈ, ચંદીગઢ અને ઉત્તરપ્રદેશમાં ઘરેથી નીકળવા પર મોઢેં કપડું બાંધવું અને માસ્ક પહેરવું ફરજીયાત કરી દીધું છે.