કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 61,537 કેસ, 933ના મોત, કુલ 20.88 લાખ દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં કોરોનાએ હવે ભરડો લીધો છે. શનિવારે સ્વસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેસમાં 61 હજાર નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ કેસની સંક્યા 21 લાખને નજીક પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 61,537 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમય દરમિયાન
 
કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 61,537 કેસ, 933ના મોત, કુલ 20.88 લાખ દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોનાએ હવે ભરડો લીધો છે. શનિવારે સ્વસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેસમાં 61 હજાર નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ કેસની સંક્યા 21 લાખને નજીક પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 61,537 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમય દરમિયાન દેશમાં 933 લોકોનાં મોત થયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 20,88,612 થઈ છે. દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા 6,19,088 થઈ છે. જ્યારે 14,27,006 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાને કારણે 42,518 લોકોએ જીવ (Death) ગુમાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાતમી ઓગસ્ટના રોજ દેશમાં કોરોનાના કુલ 5,98,778 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ દેશમાં કુલ ટેસ્ટની સંખ્યા 2,33,87,171 પર પહોંચી છે. આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કર્ણાટક અને તામિલનાડુમાં પાંચ-પાંચ હજારથી વધારે કેસ સામે આવ્યા છે. એકલા મહારાષ્ટ્રમાં જ 24 કલાકમાં 300 મોત થયા છે. જ્યારે તામિલનાડુમાં 119 લોકોનાં મોત થયા છે. કર્ણાટકમાં 1010 લોકોનાં મોત થયા છે.

શુક્રવારે ગુજરાતમાં કોરોના વાયરસના 1,074 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1,370 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 22 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 231 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 68,825 છે. જેમાંથી એક્ટિવ કેસ 14,587 છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆાંક 2,606 થયો છે.