કોરોના@દેશઃ એક જ દિવસમાં 90,123 કેસ, 1,290ના મોત, કુલ 50.20 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં કોરોના વાયરસના સંક્રમણ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવા છતાંય રોજેરોજ 90 હજાર કેસો નોંધાઈ રહ્યા છે. ચિંતાજનક વાત એ છે કે હવે દેશમાં કોરોનાથી કુલ 50 લાખ લોકો સંક્રમિત થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 90,123 નવા પોઝિટિવ
 
કોરોના@દેશઃ એક જ દિવસમાં 90,123 કેસ, 1,290ના મોત, કુલ 50.20 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવા છતાંય રોજેરોજ 90 હજાર કેસો નોંધાઈ રહ્યા છે. ચિંતાજનક વાત એ છે કે હવે દેશમાં કોરોનાથી કુલ 50 લાખ લોકો સંક્રમિત થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 90,123 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે 1,290 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 50,20,360 થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 39 લાખ 42 હજાર 361 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,95,933 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 82,066 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 15 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 5,94,29,115 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારે 24 કલાકમાં 11,16,842 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં 14મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1349 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1444 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 17 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,16,345 એ પહોંચી ગયો છે.