આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાઈરસ સંક્રમણ સામે લડવા માટે સરકાર દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. રેલવેએ ટ્રેનના ડબ્બાને જ આઈસોલેશન કોચના રૂપમાં બદલવાનું શરૂ કરી દીધું છે. જેમાં 6 બર્થ વાળા ભાગમાંથી એક બાજુમાંથી મિડિલ બર્થ અને સામે વાળા ત્રણેય બર્થ કાઢી દેવાયા છે. આના એક ભાગમાં એક દર્દીને રાખવામાં આવશે. આનાથી દરેક દર્દી વચ્ચે પૂરતું અંતર રહેશે. સીડીઓ પણ હટાવી દેવાઈ છે અને બાથરૂમ વાળા ભાગમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. દેશમાં કોરોના સંક્રમણની સારવારના 14 કેસ સામે આવ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં 6-6 અને રાજસ્થાનમાં 2 સંક્રમિત મળ્યા છે.

file photo

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાઈરસ સંક્રમણના ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે 6-6 અને રાજસ્થાનમાં 2 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ 904 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 791 સંક્રમિત હાલ પણ હોસ્પિટલમાં છે અને 76 સ્વસ્થ થઈ ચુક્યા છે.

file photo

આ આંકડો covid19 વેબસાઈટ પ્રમાણે છે. સરકારના આંકડામાં હાલ સંક્રમિતોની સંખ્યા 748 થઈ છે. 66 સ્વસ્થ થઈ ચુક્યા છે. શુક્રવાર સુધી આ બિમારીથી 22 લોકોના મોત થઈ ચુક્યા છે. એક દિવસમાં સંક્રમણના સૌથી વધારે 151 કેસ શુક્રવારે જ સામે આવ્યા, 3 લોકોના મોત થયા અને 25 લોકો સ્વસ્થ થયા હતા. આ પહેલા 23 માર્ચે એક દિવસમાં 102 લોકો સંક્રમિત થયા હતા.

30 May 2020, 4:27 AM (GMT)

COVID-19 Global Stats

6,084,798 Total Cases
368,401 Death Cases
2,695,411 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code