કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 92,071 કેસ, 113ના મોત, કુલ 48.46 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 48 લાખને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 92,071 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે 1,136 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 48,46,428 થઈ ગઈ છે. વિશેષમાં, ભારતમાં
 
કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 92,071 કેસ, 113ના મોત, કુલ 48.46 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 48 લાખને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 92,071 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે 1,136 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 48,46,428 થઈ ગઈ છે. વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 37 લાખ 80 હજાર 108 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,86,598 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 79,722 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 13 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 5,72,39,428 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારે 24 કલાકમાં 9,78,500 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ વધારે ખરાબ થતી જાય છે. રવિવારે ગુજરાતમાં કોરોનાના 1326 નવા કેસ, આજના નવા કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 1,13,662 થઈ છે. આ સાથે સમગ્ર દેશમાં આજે કોરોનાના નવા દર્દીઓની સંખ્યાના મામલે ગુજરાત 19માં ક્રમે આવી ગયું છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી વધુ 15 લોકોએ જીવ ગુમાવ્યો રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 3213 થયો છે.