આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

આખા દેશમાં 3 મે સુધી લોકડાઉન લાગું છે. જોકે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે કહ્યું કે, કોરોના વાયરસ સામેની લડાઈમાં નવી ગાઈડલાઈન લાવશે. જે આગામી 4 મેથી લાગુ પડશે. ગૃહમંત્રાલયના પ્રવક્તાએ સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને કહ્યું હતું કે, આ ગાઈડ લાઈનમાં અનેક જિલ્લાઓ અલગ અલગ પ્રકારની છૂટ આપવામાં આવશે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં આ અંગે છૂટ આપવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લૉકડાઉન દરમિયાન દેશના અલગ-અલગ વિસ્તારમાં ફસાયેલા પ્રવાસી મજૂર, પર્યટકો, વિદ્યાર્થી અને અન્ય લોકોને લઈને ગૃહ મંત્રાલયે બુધવારે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય તરફથી નવી જાહેર કરેલ ગાઈડલાઈન  પ્રમાણે આ લોકો અમુક શરતોની સાથે પોતાના ઘરે જઈ શકશે. તેના માટે રાજ્ય સરકાર બસોની વ્યવસ્થા કરશે. ગૃહ મંત્રાલયે બુધવારે ગાઈડલાઈન જાહેર કરતા રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે તે પોતોના લોકોને પાછા બોલાવવા માટે નોડલ પ્રાધિકરણ અને નિયમ બનાવે. નોડલ પ્રાધિકરણ પોતોના રાજ્યમાં ફસાયેલા લોકોનું પંજીકરણ પણ કરશે.

ગૃહ મંત્રાલયની નવી ગાઈડલાઈન મુજબ રાજ્યમાં કોઈ ફસાયેલા વ્યક્તિ બીજા રાજ્યમાં જવા માંગતા હોય તો તેમના માટે બંને રાજ્યની સરકારો એક બીજા સાથે વાતચીત કરી જરુરી પગલા ભરે. લોકોને રોડના રસ્તેથી લઈ જવામાં આવે. લોકોને મોકલતા પહેલા બધા પ્રકારની મેડિકલ ચેક-અપ કરવામાં આવે. જો કોરોના વાયરસ સંક્રમણના કોઈ લક્ષણ ના મળે તો તેમણે જવાની પરમિશન આપવામાં આવે.

ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન મુજબ ફસાયેલા લોકોને મોકલવા માટે બસોની વ્યવસ્થા કરાશે. આ બસોને સારી રીતે સેનિટાઈઝ કરવામાં આવે. સાથે તેમાં બેસતા સમયે અલગ-અલગ બેસાડીને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમનું પાલન કરવામાં આવે.

ગૃહ મંત્રાલયના મતે લોકોને તેમના સ્થળ સુધી પહોચાડ્યા પછી સૌથી પહેલા સ્વાસ્થ્ય વિભાગની ટીમ તેમને ચેક કરશે. તેના પછી તેમને ઘરોમાં જ રહેવું પડશે. પરિસ્થિતિ પ્રમાણે જરુર પડશે તો તેમને કોરન્ટાઈન સેન્ટરમાં પણ રાખવામાં આવી શકે છે. આ બધા લોકોના સમય-સમય પર મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. આ માટે લોકોને આરોગ્ય સેતુ એપ પણ યૂઝ કરવામા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. જેથી તેમની સ્થિતિ વિશે જાણકારી મળી રહે.ઉત્તર પ્રદેશ, તમિલનાડુમાં પણ 2-2 દર્દીના મોત થયા છે. કર્ણાટકમાં એક દર્દીનું મોત થયુ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code