કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 18,346 નવા કેસ, 263 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસ સંક્રમણના મામલામાં દેશ હવે રાહતની શ્વાસ લઈ રહ્યો છે. ભારતમાં 209 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. કેરળમાં સંક્રમણનું જોર ઘટી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 18,346 જેટલા લોકો સંક્રમિત થયા છે જે પૈકી કેરળમાં 8,850 લોકો સંક્રમિત થયા છે. ગુજરાતમાં પણ કોવિડ-19ના કેસોપર
 
કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 18,346 નવા કેસ, 263 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસ સંક્રમણના મામલામાં દેશ હવે રાહતની શ્વાસ લઈ રહ્યો છે. ભારતમાં 209 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. કેરળમાં સંક્રમણનું જોર ઘટી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 18,346 જેટલા લોકો સંક્રમિત થયા છે જે પૈકી કેરળમાં 8,850 લોકો સંક્રમિત થયા છે. ગુજરાતમાં પણ કોવિડ-19ના કેસોપર મહદઅંશે કાબૂ મેળવાયો છે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગે મંગળવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,346 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 263 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,38,53,048 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 91,54,65,826 કોરોના વેક્સીન ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 72,51,419 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 31 લાખ 50 હજાર 886 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 29,639 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2,52,902 એક્ટિવ કેસ છે. દેશમાં રિકવરી રેટ 97.90 ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ 4,49,260 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 4 ઓક્ટોબર, 2021 સુધીમાં કુલ 57,53,94,042 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના 24 કલાકમાં 11,41,642 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.