આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસને ધોબીપછાડ આપવા માટે સરકારે 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન જાહેર કરેલુ છે. જે 14 એપ્રિલના રોજ ખતમ થવા જઈ રહ્યું છે. લોકડાઉનને આગળ વધારવાની આશંકાઓને હાલમાં જ સરકારે ફગાવી હતી પરંતુ એર ઈન્ડિયાએ શુક્રવારે જે નિવેદન જાહેર કર્યું તેનાથી એવું લાગી રહ્યું છે કે આ લોકડાઉનનો સમયગાળો વધશે. સરકારી એરલાઈન્સે શુક્રવારે કહ્યું કે આજથી લઈને 30 એપ્રિલ સુધી તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રૂટ્સ પર બુકિંગ બંધ કરી દેવાયું છે. 14 એપ્રિલ બાદના બુકિંગ માટે અમે નિર્ણયની રાહ જોઈ રહ્યાં છીએ. એરલાઈન્સના આ નિવેદનથી સ્પષ્ટ છે કે લોકડાઉનને આગળ વધારાય તેવી પૂરેપૂરી આશંકા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ બાજુ વિસ્તારા એરલાઈન્સે કહ્યું કે હવે તે 15 એપ્રિલ અને ત્યારબાદ માટે બુકિંગ શરૂ કરી રહી છે. જો કે એરલાઈન્સે એમ પણ કહ્યું કે આ બધા વચ્ચે જો મંત્રાલયથી કોઈ નોટિફિકેશન બહાર પડશે તો કંપની તેને અનુસરશે. સરકારે હાલમાં જ સ્પષ્ટ કર્યું હતું કે લોકડાઉન આગળ નહીં વધે સોશિયલ મીડિયામાં આવેલા અહેવાલો પર કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું હતું કે કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લાગુ 21 દિવસનું લોકડાઉન આગળ વધારવામાં નહીં આવે.

કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબાએ 30 માર્ચના રોજ સ્પષ્ટ કર્યું હતું કે સરકારની લોકડાઉન આગળ વધારવાની કોઈ યોજના નથી. તેમણે કહ્યું કે “હું લોકડાઉન આગળ વધારવાના રિપોર્ટ જોઈને ચોંકી ગયો છું. સરકારની આવી કોઈ જ યોજના નથી.”

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા છેલ્લા ત્રણ ચાર દિવસથી જે સ્પીડમાં વધી રહી છે તેને જોઈને એવી ચર્ચાઓ હતી કે સરકાર લોકડાઉનનો પીરિયડ આગળ વધારી શકે છે. જો કે સરકારના સ્પષ્ટીકરણ બાદ હાલ એવું લાગે છે કે લોકડાઉનનો પીરિયડ આગળ વધશે નહીં. ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા સરકારે જણાવેલા આંકડા મુજબ 2547 થઈ છે. થયા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code