કોરોનાઃ લોકડાઉનમાં 6 સરળ સ્ટેપમાં ઘરે જ બનાવો સુરક્ષિત માસ્ક

અટલ સમાચાર, ડેસ્ક નોવેલ કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં લોકોને સુરક્ષિત રાખતા માસ્કની અછત સર્જાઈ છે. ભારતમાં પણ મેડિકલ સ્ટોર્સતેમજ ઇ-કોમર્સ વેબસાઇટો પર તમને માસ્ક અને સેનિટાઇઝ નહીં મળે. જો મળશે તો પણ તમારે તેના માટે બેથી પાંચ ગણી વધારે કિંમત ચૂકવવી પડશે. દેશમાં N95 માસ્કનો મર્યાદિત જથ્થો જ હોવાને કારણે નિષ્ણાતો એવું માની રહ્યા છે
 
કોરોનાઃ લોકડાઉનમાં 6 સરળ સ્ટેપમાં ઘરે જ બનાવો સુરક્ષિત માસ્ક

અટલ સમાચાર, ડેસ્ક

નોવેલ કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં લોકોને સુરક્ષિત રાખતા માસ્કની અછત સર્જાઈ છે. ભારતમાં પણ મેડિકલ સ્ટોર્સતેમજ ઇ-કોમર્સ વેબસાઇટો પર તમને માસ્ક અને સેનિટાઇઝ નહીં મળે. જો મળશે તો પણ તમારે તેના માટે બેથી પાંચ ગણી વધારે કિંમત ચૂકવવી પડશે. દેશમાં N95 માસ્કનો મર્યાદિત જથ્થો જ હોવાને કારણે નિષ્ણાતો એવું માની રહ્યા છે કે બજારમાં મળતા સર્જિકલ માસ્ક અને રેસ્પિરેટર હેલ્થકેર કામદારો માટે રિઝર્વ રાખવામાં આવે. કારણ કે કટોકટીના સમયમાં તેમની સેવાની વધારે જરૂરીયાત રહે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

1) માસ્ક બનાવવા માટે સૌપ્રથમ તમારી પાસે તમારું મોઢું અને નાક ઢંકાઈ તેવા સમચોસર કપડાંના બે ટૂકડા જરૂરી છે. આ માટે નાઇલોન, કોટન, ડેનિમ કે પછી જાડું પહેરણ ઉત્તમ વિકલ્પ છે. ભરતકામ કે પછી સ્ટ્રેચ થયેલા કાપડનો ઉપયોગ સલાહભર્યું નથી.

2) કાપડના બંને ટુકડાને ટાંકા લઈ લો અને પાછળની કીનારીને બંધ કરી દો.

3) હવે ઇલાસ્ટિક રબર બેન્ડનો ઉપયોગ કરતા એક બાજુની કિનારીને વાળીને તેમાં ટાંકા લઈ લો. આ દરમિયાન એ વાતનું ધ્યાન રાખવું કે ઇલાસ્ટિક કપડાંની અંદર જ રહે.

4) ટાંકા લેવાની શરૂઆત કરો ત્યારે ઇલાસ્ટિકને ખેંચીને રાખો અને ફોલ્ડના છેડા સુધી ટાંકા લઈ લો.

5) કપડાંની બીજી બાજું પણ આ જ પ્રક્રિયા કરો.

6) એ વાતનું ધ્યાન રાખવું કે શરૂઆત અને અંતમાં કપડાંમાં વધારે ટાંકા લેવા. કારણ કે બંને છેડા પર પ્રેશર આવવાને કારણે ઇલાસ્ટિક બહાર આવી જવાની સંભાવના રહેલી છે.