કોરોનાઃ રવિવારે રાત્રે 9 વાગ્યે તમારી 9 મિનિટ આપો, નરેન્દ્ર મોદીએ શું કરવાનું કહ્યું જાણો

અટલ સમાચાર, ડેસ્ક વડાપ્રધાને કહ્યુ આ રવિવારે 5 એપ્રિલના રોજ આપણે સૌએ કોરોનાને ચેલેન્જ આપવાની છે. 5 એપ્રિલના રોજ આપણે મહાશક્તિનુ જાગરણ કરવાનું છે. 5 એપ્રિલ, રવિવારના રોજ રાત્રે 9 વાગ્યે હું તમારા સૌના 9 મિનીટ માંગુ છું. 9 વાગ્યે ઘરની તમામ લાઈટ બંઘ કરીને દરવાજા કે બાલ્કનીમાં ઉભા રહીને 9 મિનીટ મીણબત્તી, દીવો કે
 
કોરોનાઃ રવિવારે રાત્રે 9 વાગ્યે તમારી 9 મિનિટ આપો, નરેન્દ્ર મોદીએ શું કરવાનું કહ્યું જાણો

અટલ સમાચાર, ડેસ્ક

વડાપ્રધાને કહ્યુ આ રવિવારે 5 એપ્રિલના રોજ આપણે સૌએ કોરોનાને ચેલેન્જ આપવાની છે. 5 એપ્રિલના રોજ આપણે મહાશક્તિનુ જાગરણ કરવાનું છે. 5 એપ્રિલ, રવિવારના રોજ રાત્રે 9 વાગ્યે હું તમારા સૌના 9 મિનીટ માંગુ છું. 9 વાગ્યે ઘરની તમામ લાઈટ બંઘ કરીને દરવાજા કે બાલ્કનીમાં ઉભા રહીને 9 મિનીટ મીણબત્તી, દીવો કે ટોર્ચ કે મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરો. આ સમયે ઘરની તમામ લાઈટ બંધ કરશો તો, અને લોકો દીવો પ્રગટાવશે તો પ્રકાશની મહાશક્તિનો લાભ મળશે. એક શક્તિથી લડી રહ્યા છે તે ઉજાગર થશે. આ સમયે મનમાં સંકલ્પ કરો કે આપણે એકલા નથી. આ આયોજન સમયે ક્યાંય એકઠા થવાનુ નથી. રસ્તા પર, ગલીમાં જવુ નથી. સોશિયલ ડિસ્ટન્સિંગની રેખાને લાંધવાનુ નથી. કોરોનાની ચેન તોડવાનુ આ જ રામબાણ ઈલાજ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તેમણે કહ્યું કે, કરોડો લોકો ઘરમાં છે તો કોઈને પણ લાગશે કે તે એકલો શુ કરશે. આટલી મોટી લડાઈને એકલા કેવી રીતે લડી શકાશે, કેટલા દિવસ આવી રીતે કાપવા પડશે. આપણે ઘરમાં જરૂર છીએ, પણ આપણામાઁથી કોઈ એકલુ નથી. 130 કરોડ દેશવાસીઓની સામૂહિક શક્તિ દરેક વ્યક્તિ સાથે છે. સમય સમય પર તેની દિવ્યતાની અનુભૂતિ કરવી જરૂરી છે. જનતા જનાર્દન ઈશ્વરનું રૂપ હોય છે. દેશ આટલી મોટી લડાઈ લડી રહ્યું છે, આવી લડાઈમાં વારંવાર જનતારૂપી મહાશક્તિનું વિરાટ સ્વરૂપનું સાક્ષાત કરતા રહેવુ જોઈએ. જે તમને મનોબળ, લક્ષ્ય અને પ્રાપ્તિ માટે ઉર્જા આપશે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કોરોના વાયરસના વધી રહેલા કેસોને જોતા પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી. આ દરમિયાન કોરોના વાયરસની વિરુદ્ધ શુ શુ કરી સકાય છે, તેના પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.