કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1101 કેસ, 23ના મોત, કુલ 69,986 દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1101 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1135 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 23 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 226 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 69,986 છે. જેમાંથી એક્ટિવ કેસ 14,530 છે. રાજ્યમાં અત્યારે
 
કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1101 કેસ, 23ના મોત, કુલ 69,986 દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1101 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1135 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 23 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 226 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 69,986 છે. જેમાંથી એક્ટિવ કેસ 14,530 છે. રાજ્યમાં અત્યારે કુલ 14,530 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 82 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 14,448 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 52,827 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 226, અમદાવાદમાં 158, વડોદરામાં 113, રાજકોટમાં 93, જામનગરમાં 54, ભાવનગર 47, અમરેલી 33, જૂનાગઢ 32, પંચમહાલ 31, મહેસાણા, ગાંધીનગરમાં 30-30, દાહોદમાં 27, ગીર સોમનાથમાં 26, કચ્છમાં 22, સુરેન્દ્રનગરમાં 21, મોરબીમાં 20, પાટણમાં 19, વલસાડમાં 17, ભરૂચ, નર્મદામાં 11-11, ખેડામાં 10, આણંદ, બોટાદ, મહીસાગરમાં 9-9, છોટા ઉદેપુર, સાબરકાંઠામાં 8-8, નવસારીમાં 7, બનાસકાંઠા, પોરબંદરમાં 5-5, દેવભુમિ દ્વારકામાં 4, અરવલ્લીમાં 3, તાપીમાં 2 અને ડાંગમાં 1 સહિત કુલ 1101 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 23 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 10, અમદાવાદમાં 5, જૂનાગઢ, કચ્છ, વડોદરામાં 2-2 અને અમરેલી, ગાંધીનગરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆાંક 2629 થયો છે. બીજી તરફ સુરતમાં 549, અમદાવાદમાં 121, વડોદરામાં 67 સહિત કુલ 1135 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.