કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1112 કેસ, 6ના મોત, કુલ 1.65 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1112 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1264 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 6 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3676 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 239 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,65,233 નોંધાયા છે.
 
કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1112 કેસ, 6ના મોત, કુલ 1.65 લાખ દર્દી

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1112 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1264 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 6 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3676 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 239 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,65,233 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 13,985 છે. આજે રાજ્યમાં કુલ 52,947 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.31 ટકા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 239, અમદાવાદમાં 182, રાજકોટમાં 107, વડોદરામાં 121, જામનગરમાં 55, મહેસાણામાં 37, ગાંધીનગરમાં 38 સહિત કુલ 1112 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારે કુલ 13,985 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 69 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 13,916 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 1,47, 572 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

 

રાજ્યમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ, સુરતમાં 2-2 જ્યારે બનાસકાંઠા, ગાંધીનગરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 260, અમદાવાદમાં 181, વડોદરામાં 108, રાજકોટમાં 138, દાહોદમાં 65, જામનગરમાં 51 સહિત કુલ 1264 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.