કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1159 કેસ, 22ના મોત, સૌથી વધુ સુરતમાં

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કોરોના વાયરસનાના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1159 નવા કેસ નોંધાયા છે. જેની સામે 879 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 22 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 271 કેસ નોંધાયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1159 કેસ, 22ના મોત, સૌથી વધુ સુરતમાં

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસનાના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1159 નવા કેસ નોંધાયા છે. જેની સામે 879 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 22 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 271 કેસ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 271, અમદાવાદમાં 157, વડોદરામાં 96, રાજકોટમાં 86, ભાવનગરમાં 46, જામનગરમાં 40, ગાંધીનગરમાં 37, ભરૂચમાં 35, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં 34 -34, દાહોદમાં 31, બનાસકાંઠામાં 28, અમરેલીમાં 24, પંચમહાલમાં 23, પાટણ, વલસાડમાં 22-22 , મહેસાણામાં 18, મહીસાગર, નર્મદામાં 16-16, ખેડા, નવસારી, સાબરકાંઠામાં 15-15, બોટાદ, છોટા ઉદેપુરમાં 13-13, કચ્છ, મોરબીમાં 12-12, આણંદમાં 11, ગીર સોમનાથમાં 8, અરવલ્લીમાં 3, ડાંગ. પોરબંદરમાં 2-2, જ્યારે દેવભૂમિ દ્વારકા અને તાપીમાં 1-1 સહિત કુલ 1159 કેસ નોંધાયા છે.