આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં 14મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1334 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1255 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 17 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,14,996 એ પહોંચી ગયો છે. 24 કલાકમાં અમદાવાદમાં 3, ગાંધીનગરમાં 3, જામનગરાં 2, સુરતમાં 3, ભરૂચ, ભાવનગર, 1-1, રાજકોટમાં 2, વડોદારમાં 1 મળીને કુલ 17 દર્દીઓનાં સરકારી ચોંપડે મોત થયા છે. આ સાથે જ મૃત્યુનો આંક 3230 પર પહોંચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દરમિયાન આજે રાજ્યમાં સુરતમાં 24 કલાકમાં 278, અમદાવાદમાં 175, રાજકોટમાં 151, જામનગરમાં 120, વડોદરામાં 131, પંચમહાલમાં 28, કચ્છમાં 30, પાટણમાં 35, અમરેલીમાં 28, ભાવનગરમાં 33, મોરબીમાં 25, મહેસાણમાં 20 કેસ નોંધાયા છે. જ્યારે બનાસકાંઠામાં 28અને ભરૂચમાં 19, દાહોદમાં 23, ગાંધીનગરમાં 39 કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકામાં 5, જૂનાગઢમાં 39, મહીસાગરમાં 10 અને સુરેન્દ્રનગરમાં 19, ગીરસોમનાથમાં 15, નવસારીમાં 14 અને તાપીમાં 18, નર્મદા 6 અને ખેડામાં 6, સાબરકાંઠામાં 11, બોટાદમાં 8-છોટાઉદેપુરમાં 5 વલસાડમાં 2, ડાંગમાં 1, પોરબંદરમાં 2 મળીને કુલ 1334 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલમાં કોરોના વાયરસના 16501 દર્દીઓ એક્ટિવ છે. જ્યારે 93 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કુલ 16408 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 95265 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 3230 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં 24 કલાકમાં 71,507 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે 1100 ટેસ્ટ પ્રતિમિલિયન ટેસ્ટ થયા છે રાજ્યનો રિકવરી દર 82.84%એ પહોંચ્યો છે.

21 Sep 2020, 9:34 AM (GMT)

COVID-19 Global Stats

31,259,780 Total Cases
965,328 Death Cases
22,843,618 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code