કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1390 કેસ, 11ના મોત, કુલ 1.37 લાખ દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં આજે 1390 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1372 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 11 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 137394 એ પહોંચી ગયો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો છેલ્લા
 
કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1390 કેસ, 11ના મોત, કુલ 1.37 લાખ દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં આજે 1390 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1372 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 11 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 137394 એ પહોંચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

છેલ્લા 24 કલાકમાં સુરતમાં 298, અમદાવાદમાં 197, રાજકોટમાં 151, વડોદરામાં 133, જામનગરમાં 92, બનાસકાંઠામાં 37, પંચમહાલમાં 32, અમરેલીમાં 30, પાટણમાં 30, ગાંધીનગરમાં 45, ભાવનગરમાં 43, ભરૂચ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં 24-24, જૂનાગઢમાં 35, સાબરકાંઠામાં 16, મહીસાગરમાં 15, ગીરસોમનાથમાં 14, ખેડામાં 11, તાપીમાં 11, આણંદ, દેવભૂમિ દ્વારકામાં 10-10. નસારીમાં 7, પોરબંદમાં 7, બોટાદમાં 6, છોટાઉદેપુર અને નર્મદામાં 5-5, અરવલ્લી-ડાંગમાં 3-3 વલસાડમાં 3 કેસ નોંધાયા છે. આમ કુલ 1390 નવા કેસ નોંધાયા છે.

દરમિયાન રાજ્યમાં હાલમાં કુલ 16710 એક્ટિવ કેસ છે, જ્યારે 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે. કુલ સ્ટેબલ દર્દીઓની સંખ્યા 16624 છે જ્યારે અત્યારસુધીમાં કુલ 1,17, 231 દર્દી સાજા થઈ ગયા છે. આજે સરકાર દ્વારા 61,966 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકીના 1372 પોઝિટિવ છે. રાજ્યનો રિકવરી રેટ 85.32 ટકા પહોંચ્યો છે. 24 કલાકમાં અમદાવાદમાં 3, સુરતમાં 4, કચ્છમાં 1, મહેસાણામાં 1, રાજકોટમાં 1 અને વડોદરામાં 1 મળીને કુલ 11 દર્દીનાં મોત થયા છે. અત્યારસુધીમાં કોરોના વાયરસે 3453 દર્દીઓનાં રાજ્યમાંથી જીવ લીધા છે.