કોરોના@ગુજરાતઃ 189 પોઝિટિવ કેસ, અત્યાર સુધી 16ના મોત

અટલ સમાચાર, ડેસ્ક બુધવારે કુલ 13 નવા પોઝિટિવ કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના કુલ 189 કેસ નોંધાયા છે. તેમજ અત્યાર સુધીમાં 16ના મોત થઈ ગયા છે. સુરતમાં સુલતાનીયા જિમખાના વિસ્તારમાં રહેતા 68 વર્ષીય પુરૂષનો મોડી રાત્રે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને કોરોના પોઝિટિવના સંપર્કમાં આવતા સંક્રમણ લાગ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
કોરોના@ગુજરાતઃ 189 પોઝિટિવ કેસ, અત્યાર સુધી 16ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

બુધવારે કુલ 13 નવા પોઝિટિવ કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના કુલ 189 કેસ નોંધાયા છે. તેમજ અત્યાર સુધીમાં 16ના મોત થઈ ગયા છે. સુરતમાં સુલતાનીયા જિમખાના વિસ્તારમાં રહેતા 68 વર્ષીય પુરૂષનો મોડી રાત્રે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને કોરોના પોઝિટિવના સંપર્કમાં આવતા સંક્રમણ લાગ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના 68 વર્ષીય વ્યક્તિને કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતાં. પરંતુ કોરોના પોઝિટિવ એહસાન પઠાણનું મોત થતા કોમ્યુનિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. લક્ષણ ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ હોવાનો ગુજરાતમાં આ પહેલો કિસ્સો છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધની બે વર્ષની પૌત્રીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. દરમિયાન ઇન્દોરથી પરિવાર સાથે દાહોદ આવેલી 9 વર્ષની બાળકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

જીલ્લો કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 83 05 07
સુરત 24 04 05
વડોદરા 18 02 06
ભાવનગર 18 02 01
ગાંધીનગર 13 00 02
રાજકોટ 11 00 04
પાટણ 05 01 00
પોરબંદર 03 00 00
ગીર-સોમનાથ 02 00
કચ્છ 02 00 00
મહેસાણા 02 00 00
છોટાઉદેપુર 02 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 01 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 01 00 00
આણંદ 01 00 00
કુલ આંકડો 189 16 25