કોરોના@ગુજરાતઃ છેલ્લા 24 કલાકમાં નવા 247 પોઝિટિવ કેસ, 11ના મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 247 કેસ નોંધાયા છે. આ સાથે જ આજરોજ
 
કોરોના@ગુજરાતઃ છેલ્લા 24 કલાકમાં નવા 247 પોઝિટિવ કેસ, 11ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 247 કેસ નોંધાયા છે. આ સાથે જ આજરોજ 81 લોકો સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે,આ સાથે જ અમદાવાદમાં 197 કેસ નોંધાયા હતા. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 3548 પહોંચી છે.

આજના કુલ નવા કેસ

અમદાવાદ 197
સુરત 30
રાજકોટ 1
આણંદ 2
બોટાદ 1
ડાંગ 1
ગાંધીનગર 5
જામનગર 1
પંચમહાલ 3
વડોદરા 6

આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 31 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 2691 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 53575 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 3548 પોઝિટિવ આવ્યા છે તો 50027 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.