કોરોના@ગુજરાતઃ અત્યારસુધીમાં 2,654ના મોત, કુલ 71,064 કેસ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યામાં વધુ 1078 લોકોનો વધારો થતાં રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 71064એ પહોંચ્યો હતો. જ્યારે 24 કલાકમાં 25 દર્દીઓના મોત થતાં મૃત્યુંઆંક 2654એ થયો હતો. બીજી તરફ કોરોનામાંથી 1311 દર્દીઓ સાજા થયા છે. આ સાથે ડિસ્ચાર્જન દર્દીઓનો આંકડો 54138 થયો છે. હાલ રાજ્યમાં 14271 એક્ટિવ કેસ છે,
 
કોરોના@ગુજરાતઃ અત્યારસુધીમાં 2,654ના મોત, કુલ 71,064 કેસ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યામાં વધુ 1078 લોકોનો વધારો થતાં રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 71064એ પહોંચ્યો હતો. જ્યારે 24 કલાકમાં 25 દર્દીઓના મોત થતાં મૃત્યુંઆંક 2654એ થયો હતો. બીજી તરફ કોરોનામાંથી 1311 દર્દીઓ સાજા થયા છે. આ સાથે ડિસ્ચાર્જન દર્દીઓનો આંકડો 54138 થયો છે. હાલ રાજ્યમાં 14271 એક્ટિવ કેસ છે, જેમાંથી 73 વેન્ટિલેટર પર તો 14199ની હાલત સ્થિર છે. આજે 30,985 ટેસ્ટ કરવામાં આવ્યા છે, આ સાથે રાજ્યમાં કુલ 9,89,630 ટેસ્ટ થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો સુરત શહેરમાં 178, અમદાવાદ શહેરમાં 138, વડોદરા શહેરમાં 98, રાજકોટ શહેરમાં 58, સુરત જિલ્લામાં 44, રાજકોટમાં 35, ગાંધીનગરમાં 20, અમદાવાદ જિલ્લામાં 15, વડોદરા જિલ્લામાં 12, ભાવનગરમાં 11, મેહસાણામાં 11 કેસ નોંધાયા છે.

દેશમાં 21.62 લાખ કેસમાં, 24 કલાકમાં 60 હજારથી વધુ કેસ: આ સતત ત્રીજો દિવસ છે જ્યારે 60 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 50 હજારથી વધુ દર્દી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 21.55 લાખ કેસ આવી ચુક્યા છે. સારા સમાચાર તો એ છે કે આમાથી 14.79 લાખથી વધુ લોકો સાજા થયા છે. 6.28 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 43 હજાર 453 લોકો આ બિમારીથી જીવ ગુમાવી ચુક્યા છે. દેશમાં 24 કલાકમાં રેકોર્ડ 65 હજાર 156 દર્દી નોંધાયા અને 52 હજાર 135 દર્દી સાજા થયા.