લોકડાઉન પાર્ટ-2: અમદાવાદમાં 10 લાખ પરપ્રાંતીય લોકોએ વતન જવાની હઠ પકડી

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાના કારણે લોકડાઉન વધતા અમદાવાદના પરપ્રાંતીય લોકો પણ વતન જવા તલપાપડ થઈ રહ્યા છે. અમદાવાદમાં 10 લાખ પરપ્રાંતીય લોકો વતન જવા ઉત્તરભારતીય સમાજના અગ્રણીઓનો સંપર્ક કરી રહ્યા છે અને વતન જવા માટે બસ કે ટ્રેનની વ્યવસ્થા કરવા માંગ કરી છે. કોરોનાના વાયરસના વધતા સંકટ ને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉન 19 દિવસ
 
લોકડાઉન પાર્ટ-2: અમદાવાદમાં 10 લાખ પરપ્રાંતીય લોકોએ વતન જવાની હઠ પકડી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાના કારણે લોકડાઉન વધતા અમદાવાદના પરપ્રાંતીય લોકો પણ વતન જવા તલપાપડ થઈ રહ્યા છે. અમદાવાદમાં 10 લાખ પરપ્રાંતીય લોકો વતન જવા ઉત્તરભારતીય સમાજના અગ્રણીઓનો સંપર્ક કરી રહ્યા છે અને વતન જવા માટે બસ કે ટ્રેનની વ્યવસ્થા કરવા માંગ કરી છે. કોરોનાના વાયરસના વધતા સંકટ ને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉન 19 દિવસ લંબાવ્યું છે. જોકે લોકડાઉનની અવધી વધતા પરિવાર સાથે ગુજરાતમાં રહી રહેલા અને પરિવારને વતન છોડી ગુજરાતમાં કમાવવા આવેલા પરપ્રાંતીય લોકો ચિંતા વધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ભારતીય સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંગ ઠાકુરે જણાવ્યું કે ઉત્તર ભારતના ગુજરાતમાં 22 લાખ અને અમદાવાદમાં 5 લાખ પરિવાર વસે છે. કોરોના વાયરસના વધતા કેસને લઈ 21 દિવસના લોકડાઉન પિરિયડમાં જ પરપ્રાંતીય લોકોની હાલત કફોડી થઈ હતી. જોકે ઉત્તર ભારતીય સમાજ દ્વારા તેમના માટે રાશન સહિત તમામ ચીજ વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ લોકડાઉનનો સમય વધતા પરપ્રાંતીય લોકોની ધીરજ ખૂટી છે. તેઓ સતત વતન જવાની માંગ કરી રહ્યા છે. પરંતુ ઉત્તર ભારતીય સમાજના અગ્રણીઓ આ પરપ્રાંતીય લોકોને સમજાવી રહ્યા છે કે આ સમય વતન જવા કરતા ઘરમાં રહેવાનો છે. હાલ કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધારે હોય ત્યારે વતન જવું શક્ય નથી. જેથી ઉત્તર ભારતીય સમાજ તમામ પરપ્રાંતીય લોકો અને તેમના પરિવાર ને શક્ય એટલી મદદ કરશે.

મહત્વનું છે કે અમદાવાદમાં મોટી સંખ્યામાં વસતા પરપ્રાંતીય લોકો જીઆઇડીસીઓ અને કંપનીઓમાં મજુરી કરી ગુજરાન ચલાવે છે. પરંતુ હાલ લોકડાઉનના કારણે ઉદ્યોગો અને ધંધા કંપનીઓમાં કામકાજ બંધ છે તેવામાં હવે આ મજૂરોને પોતાની અને પરિવારની સારસંભાળ રાખવી અઘરી થઈ રહી છે. જેના પગલે અમદાવાદ હોય કે સુરત અને અન્ય જિલ્લાઓ કે જ્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો છે તેઓ વતન જવાની હઠ પકડી ને બેઠા છે.