કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 3ના મોત, કુલ પોઝિટિવ કેસ 776

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસનો કહેર રાજ્યમાં ધીમે ધીમે વધી રહ્યો છે. બુધવારે રાત્રે 8.00 વાગ્યા સુધી રાજ્યમાં કોરોનાના કુલ 71 નવા કેસ નોંધાયા છે જ્યારે ત્રણ દર્દીનાં મોત થયા છે . આ રીતે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ પોઝિટિવ કેસ 776 થયા છે. બુધવારે દિવસ દરમિયાન નોંધાયેલા 71 નવા કેસમાં 46 કેસ એક માત્ર
 
કોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 3ના મોત, કુલ પોઝિટિવ કેસ 776

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસનો કહેર રાજ્યમાં ધીમે ધીમે વધી રહ્યો છે. બુધવારે રાત્રે 8.00 વાગ્યા સુધી રાજ્યમાં કોરોનાના કુલ 71 નવા કેસ નોંધાયા છે જ્યારે ત્રણ દર્દીનાં મોત થયા છે . આ રીતે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ પોઝિટિવ કેસ 776 થયા છે. બુધવારે દિવસ દરમિયાન નોંધાયેલા 71 નવા કેસમાં 46 કેસ એક માત્ર અમદાવાદ શહેરમાં નોંધાતા અમદાવાદમાં કોવિડ-19નો કહેર વધ્યો છે. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ એક પ્રેસ વાર્તાલાપમાં સમગ્ર વિગતો આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં એક જ દિવસમાં વધુ 71 કેસ નોંધાયા છે. બુધવારે સવારે 10.00 વાગ્યા પછી અમદાવાદમાં સતત કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. સૌથી વધુ અમદાવાદમાં 46 નોંધાયા છે. સુરતમાં 3, વડોદરામાં 5, રાજકોટમાં 6 અને ભરૂચમાં 2, આણંદમાં 7 તથા નર્મદામાં 2 કેસ નોંધાયા છે. કુલ 766 દર્દીઓ છે. 669 જેટલા લોકો સારવાર હેઠળ છે અને 6 લોકો વેન્ટિલેટર ઉપર છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3212 ટેસ્ટ થયા છે જેમાંથી 116 કેસ પોઝિટિવ આવ્યા છે અને 3079 કેસ નેગેટિવ આવ્યા છે. 15મી એપ્રિલે સવારે 10.00 વાગ્યા 5 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જેમાંથી 4 દર્દીઓ અમદાવાદ શહેરના છે. એક દર્દી સુરતમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. દરમિયાન 15મી એપ્રિલે સવારે 10.00 વાગ્યા સાંજ સુધીમાં 3 દર્દીનાં મોત થયા છે જેમાં અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં 40 વર્ષની મહિલા, યુ.એન. મહેતા હૉસ્પિટલમાં 65 વર્ષની મહિલા અને એસ.વી.પી. હૉસ્પિટલમાં 55 વર્ષની મહિલાનું મોત થયું છે.