કોરોના@ગુજરાતઃ અત્યારસુધી 43,723 કેસ, કુલ 2071 દર્દીના મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દરરોજ નવા કેસનો રેકોર્ડ બની રહ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે 900થી વધુ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં કોરોના વાયરસના નવા 915 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન કુલ 14 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં રિકવર થનારા દર્દીઓનો
 
કોરોના@ગુજરાતઃ અત્યારસુધી 43,723 કેસ,  કુલ 2071 દર્દીના મોત

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દરરોજ નવા કેસનો રેકોર્ડ બની રહ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે 900થી વધુ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં કોરોના વાયરસના નવા 915 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન કુલ 14 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં રિકવર થનારા દર્દીઓનો આંકડો 749 છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 43 હજાર 723 પર પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક 2071 અને અત્યાર સુધી રિકવર થનારા દર્દીઓની સંખ્યા 30 હજાર 555 છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 14 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 3, સુરત શહેરમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, બનાસકાંઠા, ભાવનગર અને ગાંધીનગર શહેરમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. સુરત કોર્પોરેશનમાં છેલ્લા 24 કલાકમાં 221, અમદાવાદ શહેરમાં 154 અને સુરત ગ્રામ્યમાં 70 નવા કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 56, ભાવનગરમાં 33, સુરેન્દ્રનગરમાં 31, ભરૂચમાં 28, બનાસકાંઠામાં 21, મહેસાણામાં 21 કેસ સામે આવ્યા છે.