કોરોના@ગુજરાતઃ અત્યાર સુધીમાં કુલ 2,39,770 દર્દીઓ સાજા થયા, કુલ મૃત્યુંઆંક 4,344

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો
 
કોરોના@ગુજરાતઃ અત્યાર સુધીમાં કુલ 2,39,770 દર્દીઓ સાજા થયા, કુલ મૃત્યુંઆંક 4,344

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા 671 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 806 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,39,770 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતની વાત કરીએ તો, કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની સાથે જ સાજા થનારા ર્દદીઓની સંખ્યા પણ વધી છે. રાજ્યમાં 24 કલાકમાં 806 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા. રાજ્યના કુલ 11 જિલ્લાઓમાં પાંચથી ઓછા કોરોના વાયરસના કેસ નોંધાયા. રાજ્યમાં અત્યાર સુધી 2,39,771 લોકો કોરોને મ્હાત આપી ચૂક્યા છે.

અરવલ્લી, ભરૂચ, છોટા ઉદેપુર, પાટણમાં 4-4 કેસ નોંધાયા છે. અમદાવાદ, ભાવનગર, નવસારી અને તાપીમાં 3-3 કેસ નોંધાયા છે. જામનગર અને મહીસાગરમાં માત્ર 2-2 કેસ નોંધાયા છે જ્યારે બોટાદ જિલ્લામાં માત્ર 1 કેસ નોંધાયો છે. ગુજરાતમાં સૌથી વધુ 123 કેસ અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે. જેની સામે 127 લોકો સાજા થયા છે. સુરત કોર્પોરેશનમાં 103 કેસ નોંધાયા છે જ્યારે 121 લોકો સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. વડોદરા કોર્પોરેશનમાં 90 કેસ નોંધાયા છે, જ્યારે 185 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.