કોરોના@કલ્યાણાઃ ઉપ સરપંચ પોતે હાજર રહી સમગ્ર ગામને સેનેટાઇઝ કરાવ્યું

અટલ સમાચાર, ભુપેન્દ્રસિંહ વાઘેલા સમગ્ર વિશ્વમાં આવેલા મહામારી એવા કોરોના વાયરસે દેશ અને દુનિયામાં તબાહી મચાવી દીધી છે. આવા સમયમાં ગુજરાત રાજ્યમાં અનેક સ્થળે અને ગામડાઓમાં સેનેટાઇનો છટકાવ કરવામાં આવે છે. ત્યારે કલ્યાણા ગામે પણ તા.14-4-2020 ના રોજ ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યુ હતુ. આ સેનેટાઇઝની કામગીરી સફળ બનાવવા માટે ભુપેન્દ્રસિંહ વાઘેલા ઉપ. સરપંચે ભારે જહેમત
 
કોરોના@કલ્યાણાઃ ઉપ સરપંચ પોતે હાજર રહી સમગ્ર ગામને સેનેટાઇઝ કરાવ્યું

અટલ સમાચાર, ભુપેન્દ્રસિંહ વાઘેલા

સમગ્ર વિશ્વમાં આવેલા મહામારી એવા કોરોના વાયરસે દેશ અને દુનિયામાં તબાહી મચાવી દીધી છે. આવા સમયમાં ગુજરાત રાજ્યમાં અનેક સ્થળે અને ગામડાઓમાં સેનેટાઇનો છટકાવ કરવામાં આવે છે. ત્યારે કલ્યાણા ગામે પણ તા.14-4-2020 ના રોજ ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યુ હતુ. આ સેનેટાઇઝની કામગીરી સફળ બનાવવા માટે ભુપેન્દ્રસિંહ વાઘેલા ઉપ. સરપંચે ભારે જહેમત ઉઠાવી હતી. કોરોના દેશ અને ગુજરાતમાં દિન પ્રતિદિન વધતો જાય છે તેવામાં મોદી સરકારે આજે ફરી 19 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે કોરોના વાયરસ સામે લડવા કલ્યાણા ગ્રામપંચાયત દ્વારા આજે સમગ્ર ગામમાં સેનીટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગામનો એક પણ ખૂણો કે એક પણ ઘર સેનીટાઈઝ કર્યા વગર રહી ના જાય એની ખાસ કાળજીરાખીને સમગ્ર ગામના તમામ ઘરો સુધી સાવચેતી એજ સલામતીના ભાગરૂપે ડોરટુ ડોર સેનીટાઈઝેશનની કામગીરી કરવામાં આવી હતી. આ કામમાં ભુપેન્દ્રસિંહ વાઘેલા, મહેશભાઈ ચૌહાણ, ઉમંગ ચૌહાણ, લક્ષ્મણભાઈ ચૌહાણ, ભગત ચૌહાણ તથા વિક્રમ ચૌહાણ આ તમામ લોકોએ ભારે જહેમત ઉઠાવીને સેનીટાઈઝેશનની કામગીરીને સફળતા પુર્વક પુર્ણ કરી હતી.