કોરોનાઃ લૉકડાઉનમાં વોટ્સએપ લાવ્યું નવું ફીચર, વીડિયો કોલિંગમાં કર્યો ફેરફાર

અટલ સમાચાર, ડેસ્ક દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ વચ્ચે લોકો એકબીજાની સાથે વાત કરવા માટે વીડિયો કોલિંગ વધારે કરતા હોય છે. ત્યારે વોટ્સએપમાં વીડિયો કોલિંગ માટે નવું ફીચર આવ્યું છે. વોટ્સએપે વીડિયો કોલિંગને પહેલાથી સરળ બનાવી દીધું છે. પહેલા ગ્રુપ વીડિયો કરવા માટે એક એક જણને એડ કરવા પડતા હતા હવે આવું કરવાની જરૂર નહીં પડે. વોટ્સએપે
 
કોરોનાઃ લૉકડાઉનમાં વોટ્સએપ લાવ્યું નવું ફીચર, વીડિયો કોલિંગમાં કર્યો ફેરફાર

અટલ સમાચાર, ડેસ્ક

દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ વચ્ચે લોકો એકબીજાની સાથે વાત કરવા માટે વીડિયો કોલિંગ વધારે કરતા હોય છે. ત્યારે વોટ્સએપમાં વીડિયો કોલિંગ માટે નવું ફીચર આવ્યું છે. વોટ્સએપે વીડિયો કોલિંગને પહેલાથી સરળ બનાવી દીધું છે. પહેલા ગ્રુપ વીડિયો કરવા માટે એક એક જણને એડ કરવા પડતા હતા હવે આવું કરવાની જરૂર નહીં પડે. વોટ્સએપે જણાવ્યું કે, હવે ગ્રુપમાં જ વીડિયો કોલિંગનું જ ઓપશન મળશે. જેથી યુઝર સિલેક્ટ કરીને ચાર કે તેનાથી ઓછા લોકોને એડ કરી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉદાહરણ તરીકે તમે કોઇ ‘XYZ’ગ્રુપ સાથે જોડાયેલા છો અને તેમાં કુલ 8 લોકો છે. તો તેમાંથી તમારે કોઇપણ ચાર લોકોને વીડિયો કોલ કરવા માટે એક વીડિયો કોલ કરીને એક એક કરીને કોન્ટેક્ટ નંબરને એડ કરવા પડતા હતાં. જે બાદ તમારી વાત શરૂ થતી હતી. હવે આ વીડિયો કોલિંગ સરળ થઇ ગયું છે. તમારા માટે વોટ્સએપે એક અપડેટેડ વર્ઝન 2.20.108 રજૂ કર્યું છે. હવે તમને ગ્રુપમાં જઇને જમણી બાજુ વીડિયો કોલિંગનું બટન મળશે. જેને ટેપ કરીને ગ્રુપનાં ચાર લોકોને સિલેક્ટ કરવાનાં રહેશે. જે બાદ વીડિયો કોલ એકસાથે બધામાં ચાલુ થશે.

નોંધનીય છે કે, વોટ્સએપએ ફ્રિક્વન્ટલી ફોરવર્ડેડ મેસેજને માત્ર એક ચેટ પર મોકલવાની લિમિટ નક્કી કરી દીધી છે. એપે આ પગલું કોરોના વાયરસ સાથે જોડાયેલી ભ્રામક જાણકારીઓ રોકવા માટે ઉઠાવ્યું છે. પાંચ કે તેનાથી વધુ વાર ફોરવર્ડ થતાં મેસેજ પર વોટ્સએપ ‘frequently forwarded’નો ટૅગ લગાવી દેતું હતું, જે મેસેજની સાથે જોઈ શકાતું હતું. પરંતુ હવે આ મર્યાદાને ઘટાડી દીધી છે અને મેસેજને માત્ર એક ચેટ પર ફોરવર્ડ કરી શકાશે.