આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજી ખાતે દર વર્ષે ત્રિ-દિવસીય ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. પરંતુ આ વર્ષે કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીને પગલે મેળો યોજાનાર નથી તેમ જિલ્લા કલેકટર અને બેચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના અધ્યક્ષ જણાવ્યું છે. જિલ્લા કલેકટર અને બેચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના અધ્યક્ષ એચ.કે.પટેલે સર્વે શ્રધ્ધાળુઓને મંદિર ટ્રસ્ટ તરફથી પોતાના ઘરે રહી માતાજીની આરાધના તેમજ પુજા કરી વિશ્વના સમગ્ર માનવજાતના કલ્યાણ માટે પ્રાર્થના કરવા વિનંતી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન પરિસ્થિત કોવિડ-૧૯ વાયરસ સંક્રમણ અટકાયત પગલાંને અનુંલક્ષીને બેચરાજી ખાતે ચૈત્રી પૂનમનો મેળો યોજાશે નહિ. આ ઉપરાંત ચૈત્રી પૂનમના દિવસે પરંપરાગત રીતે નીકળતી માતાજીની સવારી પણ નીકળશે નહિ. બેચરાજી મંદિર ખાતે માતાજીની પૂજા-અર્ચના શ્રધ્ધાપુર્વક વિધિ વિધાન મુજબ પૂજારી દ્વારા મંદિરમાં કરવામાં આવશે. જોકે આ પુજામાં કોઇપણ જાહેર જનતા કે શ્રધ્ધાળુઓ ભાગ લઇ શકશે નહિ

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code