આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

કોરોના વાયરસના શંકાસ્પદોની શોધખોળ માટે આરોગ્ય સહિત પોલીસ મથામણમાં લાગી છે. જેમાં દિલ્હી સ્થિત નિઝામુદ્દીન જઈને આવેલા મહેસાણા જિલ્લાના 4 વ્યક્તિ શોધી લેવાયા છે. જ્યારે બાકીના 8 પણ દિલ્હીથી નિકળી ગયા હોઇ તાત્કાલિક શોધવા આદેશ આપ્યો છે. આ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરવા પણ જણાવી દીધું હોઇ આરોગ્ય ટીમ હરકતમાં આવી છે.

મહેસાણા જિલ્લામાં પણ દિલ્હીના કોરોના હોટ સ્પોટ વિસ્તારોમાં ગયેલા વ્યક્તિઓના નામ આવ્યા છે. નાયબ પોલીસ અધિક્ષક ભક્તિ ઠાકરે સંબંધિત પોલીસ સ્ટેશનને પત્ર લખી જાણ કરી છે. જેમાં વડનગર તાલુકાના મોલીપુર ગામના મુખી સાદીક અબ્દુલરહીમ, ભોરણીયા સાદીક મોહંમદભાઇ, ભોરણીયા મુસ્તકીમ યાશીનભાઇ તેમજ માકણોજીયા અબ્દુલમતિમ યાશીનભાઇના નામ આપ્યા છે. આ ચારેય વ્યક્તિ ગત 6 માર્ચે દિલ્હીથી મોલીપુર આવી ગયા છે. જ્યારે બાકીના 8 વ્યક્તિ પણ દિલ્હીથી નિકળ્યા હોવાથી તપાસ કરવા આદેશ કર્યો છે.

આથી નાયબ પોલીસ અધિક્ષકે આ વ્યક્તિઓને તાત્કાલિક શોધી હોમ ક્વોરોન્ટાઈન કરવા જે તે પોલીસ મથકને પત્ર લખ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હીના કેટલાક વિસ્તારો કોરોના વાયરસને લઇ હોટ સ્પોટ જાહેર થયા છે. આથી માર્ચ મહિનામાં ત્યાં ગયેલા વ્યક્તિઓને શોધી ક્વોરોન્ટાઈન કરવા વહીવટી તંત્રએ મથામણ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code