કોરોના@મહેસાણા: નર્સને લાગ્યો ચેપ, બેદરકારીથી સંક્રમણ ફેલાવ્યાનો ઘટસ્ફોટ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા શહેરમાં કોરોના વાયરસનો સૌપ્રથમ કેસ સામે આવ્યા બાદ ચેપને કારણે નર્સને લાગ્યો છે. અમદાવાદ ફરજ માટે મોકલ્યા બાદ એક જ કારમાં અપડાઉન કરતાં સંક્રમણ ફેલાયું છે. નર્સ બાદ બે વ્યક્તિ શંકાસ્પદ બનતાં પોઝીટીવ કેસની સંખ્યા વધી શકે છે. જાહેરનામું હોવા છતાં કારમાં ચાર અપડાઉન કરતાં હોઇ કોરોના વાયરસ મહેસાણા શહેરમાં ઘેરો
 
કોરોના@મહેસાણા: નર્સને લાગ્યો ચેપ, બેદરકારીથી સંક્રમણ ફેલાવ્યાનો ઘટસ્ફોટ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા શહેરમાં કોરોના વાયરસનો સૌપ્રથમ કેસ સામે આવ્યા બાદ ચેપને કારણે નર્સને લાગ્યો છે. અમદાવાદ ફરજ માટે મોકલ્યા બાદ એક જ કારમાં અપડાઉન કરતાં સંક્રમણ ફેલાયું છે. નર્સ બાદ બે વ્યક્તિ શંકાસ્પદ બનતાં પોઝીટીવ કેસની સંખ્યા વધી શકે છે. જાહેરનામું હોવા છતાં કારમાં ચાર અપડાઉન કરતાં હોઇ કોરોના વાયરસ મહેસાણા શહેરમાં ઘેરો ઘાલવામા સફળ રહ્યો છે. ભયંકર બેદરકારીને કારણે સંક્રમણને અટકાવવા નિષ્ફળ રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લા પંચાયતની બે ટીમ અમદાવાદ કોર્પોરેશન હસ્તક ફરજ પર મોકલી હતી. જેમાં પ્રથમ ટીમના કર્મચારી વિજય પરમારને કોરોના પોઝીટીવ આવ્યા બાદ આજે 30 વર્ષની નર્સ આશાબેન ખાંટને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે. સરકારી ડોક્ટર વિજય અને નર્સ આશાબેન સાથે વહીદા નામની વધુ એક મહિલા અને ડ્રાઈવર અમદાવાદ સાથે જતાં હતાં. આથી ચેપનો ફેલાવો બેથી વધીને ચાર કે તેથી પણ વધુ થવાની શક્યતા બની છે. અમદાવાદ ફરજ દરમ્યાન કે મુસાફરી વખતે ચેપ લાગ્યો હોઈ અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણા અને અમદાવાદ જિલ્લા તંત્રનું જાહેરનામું છે કે, કારમાં બેથી વધુ મુસાફરી ટાળવી. જોકે લોકડાઉન અને જાહેરનામું છતાં એક સાથે ચાર અપડાઉન કર્યું હોઇ ચેપનો ફેલાવો ચિંતાજનક બન્યો છે. આ સાથે આ બંને દ્વારા પરિવાર અને સંપર્કમાં આવેલા તમામને હોમ ક્વોરોન્ટાઈન કરવાની નોબત આવી છે. આવી સ્થિતિમાં મહેસાણા શહેરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધે તેવી સંભાવના જોતાં આરોગ્ય ટીમે તાત્કાલિક અસરથી શંકાસ્પદો શોધવા મથામણ શરૂ કરી છે.