આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના કમિશનર વિજય નહેરાએ અમદાવાદીઓને મહત્વની માહિતી આપતા જણાવ્યું કે, એએમસીની વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર કોવિડ 19 ની માહિતી મળી રહેશે. આ વેબસાઈટ પર જઈને તમે કોવિડ 19ને લગતી અમદાવાદની તમામ માહિતી મેળવી શકશો. આ માહિતી પર નવા કેસ, પોઝિટિવ કેસ, શંકાસ્પદ કેસ તથા ટેસ્ટીંગ અને વિવિધ ઝોન અને હોટસ્પોટ વિશેની માહિતી મળી રહેશે, સાથે જ અમદાવાદના રેડ ઝોન હોટસ્પોટ વિસ્તારોની માહિતી આપતો નક્શો પણ ટૂંક સમયમાં સાઈટ પર અવેલેબલ થઈ જશે. આ ઉપરાંત કોરોનાના દર્દીઓની વિવિધ કેટેગરી મુજબ માહિતી ઉપલબ્ધ થઈ જશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં ટેસ્ટીંગ વિશે વધુમાં જણાવ્યું કે, આવતીકાલ સુધી 4000થી વધુ ટેસ્ટ પર મિલિયન પર પહોંચી જઈશું. દુનિયામાં હાઈએસ્ટ ટેસ્ટીંગ થઈ રહ્યું છે તે હરોળમાં આવી રહ્યાં છે. દુનિયાના મોટા શહેરો કરતા આપણે અમદાવાદમાં સૌથી વધુ ટેસ્ટ કરી રહ્યાં છીએ. મોટાભાગના રાજ્યો કરતા આઠથી દસ ગણા ટેસ્ટીંગ વધી રહ્યાં છે. લગભગ તમામ શહેરો કરતા વધુ ટેસ્ટીંગ કરી રહ્યાં છે. અનેક વિકસીત શહેરો કરતા વધુ ટેસ્ટીંગ કરી રહ્યાં છીએ.

અમદાવાદમાં કેસના આંકડા વિશે તેમણે કહ્યું કે, અમદાવાદમાં કુલ 2016 એક્ટિવ કેસ છે. જેમાંથી 1988ની હાલત સ્થિર છે. જ્યારે 28 દર્દી વેન્ટીલેટર પર છે. આજે 29 દર્દી સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. આપણે અત્યાર સુધીમાં કુલ 23702 ટેસ્ટ કર્યાં છે, જે પર મિલિયન 3950 ટેસ્ટ છે. આ ઉપરાંત જમાલપુર, ખાડિયા, દરિયાપુર શાહપુર સહિત કુલ 6 વિસ્તાર રેડઝોનમાં છે અને બાકીના 42 વિસ્તાર યલો ઝોનમાં છે. રોજની 670 ટીમ ફિલ્ડમાં જઈને કામ કરે છે. રોજ 1 લાખ જેટલા ઘરોમાં 4 લાખ 33 વસ્તીનું રોજ સર્વેક્ષણ થઈ રહ્યું છે. અત્યાર સુધી ટીમ દ્વારા 18 હજારથી વધુ સેમ્પલ લેવાયા છે. જેમાંથી 1230 જેટલા પોઝિટિવ કેસ શોધી કાઢ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code