કોરોનાઃ ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા માટે તૈયાર થઈ નવી પોલિસી

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં લોકડાઉનના કારણે ધોરણ 10 અને 12ની બોર્ડની કેટલીક પરીક્ષાઓ રદ્દ થઈ હતી. હવે સરકારે બાકી પરીક્ષા ફરીથી આયોજીત કરવા માટે ડેટશીટ જાહેર કરી છે. પરંતુ આ વખત ખાસ વાત એ છે કે, સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગને ખાસ ધ્યાનમાં રાખ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો દેશભરમાં 10માં અને 12માંની
 
કોરોનાઃ ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા માટે તૈયાર થઈ નવી પોલિસી

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં લોકડાઉનના કારણે ધોરણ 10 અને 12ની બોર્ડની કેટલીક પરીક્ષાઓ રદ્દ થઈ હતી.  હવે સરકારે બાકી પરીક્ષા ફરીથી આયોજીત કરવા માટે ડેટશીટ જાહેર કરી છે. પરંતુ આ વખત ખાસ વાત એ છે કે,  સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગને ખાસ ધ્યાનમાં રાખ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશભરમાં 10માં અને 12માંની આ બોર્ડ પરિક્ષાઓ 15 હજારથી વધારે પરીક્ષા કેન્દ્ર પર આયોજીત કરવામાં આવશે. પહેલાની સરખામણીએ પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં 5 ગણો વધારો કરવામાં આવ્યો છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે, જેથી પરીક્ષા કેન્દ્રો પર વધારે ભીડ ના થયા અને વિદ્યાર્થીઓ સુરક્ષા અને સહેજતાની સાથે તેમની પરીક્ષાઓ આપી શકે.

મંત્રાલય તેમજ સીબીએસઈ એ નક્કી કર્યું છે કે, વિદ્યાર્થીઓની સ્કૂલોમાં જ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. કન્ટેઇન્મેન્ટ ઝોન અથવા કોઇ અન્ય કારણથી જે સ્કૂલોમાં પરીક્ષા નહીં લઇ શકાય તેની નજીક આવેલી સ્કૂલમાં બોર્ડની પરીક્ષાની  વ્યવસ્થા કરવામાં આવી શકે છે. પરીક્ષા કેન્દ્રમાં પહેલાની સરખામણીએ ઓછા વિદ્યાર્થીઓને બેસવાની પરવાનગી મળશે. બાકીના વિદ્યાર્થીઓ અન્ય રૂમમાં પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછા પાંચથી છ ફુટનું અંતર રાખવામાં આવશે. આ કરવા માટે, 2 વિદ્યાર્થીઓ વચ્ચે એક અથવા બે ડેસ્ક ખાલી રાખવામાં આવશે.

 

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે, સીબીએસઈએ પહેલા માત્ર 3 હજાર પરીક્ષા કેન્દ્ર પસંદ કર્યા હતા. પરંતુ હવે લગભગ 15 હજાર પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા યોજાશે. એટલે કે બોર્ડ પરીક્ષાઓ માટે પરીક્ષા
કેન્દ્રોની સંખ્યામાં ખુબજ વધારો કર્યો છે.